________________
સાચે સાચ દુનિયામાં આની બરોબરી કરી શકે એવું કોઈ સ્થાન નથી. વળી દરેક પ્રાંગણમાં, માર્ગમાં પ્રવેશદ્વારમાં અને ખંડમાં-બધાં સ્થાનોમાં જે સ્વચ્છતા છે, તે પણ કાંઈ ઓછો આહ્લાદક આપતી નથી.”
હેન્ની કઝીન્સે શ્રી શત્રુંજય તીર્થની પ્રશંસા કરતાં લખ્યું છે ઃ- “આ બધા કદનાં અને બધી આકૃતિઓમાં સેંકડો મંદિરોથી છવાઈ ગયેલાં અને વચ્ચે વચ્ચે ખીણો ધરાવતાં આ શિખરોને લગભગ હવામાં બનેલા પવિત્ર નગર તરીકે જે વર્ણવી શકાય... એક બાબત જે મંદિરોના આ સમૂહને, સપાટ મેદાનોમાં વસેલાં શહેરોમાં બનેલા, આવા સમૂહોથી જુદો પાડે છે, તે છે, કેવળ મંદિરોની વચ્ચે જે નહીં પણ પર્વત ઉપર કોઇ સ્થાને, કોઇ પણ જાતના વસવાટો ઘરોનો સર્વથા અભાવ. શહેરોમાં અને એની આસપાસ બનેલ બધી પવિત્ર ઈમારતોના સમૂહ સાથે જોડાઈ ગયેલો રોજિંદો જીવન-વ્યવહાર અહીં એની ગેરહાજરીના કારણે ઊડીને આંખે વળગે છે અને આ તેમ જ વાદળોથી સારી રીતે જુદી પડતી એની સ્થિતિ એને તરત જ એવી આકર્ષકતા અને એવું ગૂઢ વાતાવરણ આપે છે કે જે એની પોતાની ખાસિયતરૂપ જ ગણાય. ટેનીસન કવિએ જ્યારે એમ લખ્યું કે "હું ઉપર ચડ્યો અને મેં સર્વશક્તિમાન પર્વતને તથા શિખર ઉપર ગઢવાળા નગરને જોયાં, ન માની શકાય એવાં આકાશને વીંધતાં શિખરો’ ત્યારે એમના ચિત્તમાં લગભગ આ જ (ચિત્ર) હશે.”
-
ગુજરાત ઇતિહાસ અને સાહિત્યના એક સહ્રદય અને પ્રેમી વિદ્વાન એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ લખે છે કે "જૈનધર્મનાં દેવાલય તેઓના ભવ્ય કોટ સહિત વિસ્તાર પામ્યાં છે, તે અર્ધા મહેલ જેવાં અર્ધા કોટ જેવાં એકાન્ત, અને મહિમાવાન્ પર્વત ઉપર દેદીપ્યમાન આરસપહાણનાં બાંધેલાં, અને સ્વર્ગના મહાલય સમાન, છેક ઊંચે હવામાં મૃત્યુલોકને પગ દેવાને દુર્લભ, એવાં છે. પ્રત્યેક ચૈતન્ય ગભારામાં અજિતનાથની, આદિનાથની અથવા કોઈ બીજા તીર્થંકરની એક અથવા વધારે મૂર્તિઓ છે. તેનો ઉદાસીન વૃત્તિ ધારણ કરેલો, આરસપાહાણની મૂર્તિનો આકાર, રૂપેરી દિવીઓના ઓછા અજવાળાથી ઝાંખો દ્રષ્ટિએ પડે છે. અગરબત્તીની સુગંધ હવામાં મ્હેંકી રહે છે, અને ચકચકિત ફરસબંધી ઉપર ભક્તિમાન
૨૯