________________
છે.... આ ધર્મોમાંનો કોઈ પણ ધર્મ, શત્રુંજય ઉપર છે એવો મંદિરોનો સમૂહ ધરાવતો નથી. એ દેવતાઓની નગરી છે, અને એમના માટે યોજાયેલી છે, માનવીના ઉપયોગ માટે એ બનેલ નથી."
જેમ્સ ટોડ આ તીર્થનો મહિમા વર્ણવતાં લખે છે કે - "પાલીતાણાથી પર્વતની તળેટી સુધીનો માર્ગ વડના ભવ્ય વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે, જે પૂજા માટે એકત્ર થતા વિશાળ સંઘને પવિત્ર છાંયડો આપે છે,....હવે આપણે ઠીક ઠીક ઊંચાં પગથિયાં ચડીને અને પુંડરિક સ્વામીના દરવાજાના નામે ઓળખાતા કમાનોવાળા માર્ગે થઈને, પવિત્રમાં પણ પવિત્ર સ્થાને પહોંચી જઈએ છીએ, જે આપણને આદિનાથ ભગવાનના મંદિરની સામે લઈ જાય છે. ભગવાન આદિનાથનું મંદિર જોકે એક ભવ્ય ઈમારત છે, છતાંયે, એ દેખાવ કે (શિલ્પની) સામગ્રીની દ્રષ્ટિએ આબુનાં મંદિરો જેવું શિલ્પ ધરાવતું નથી. ગભારો ઘુમ્મટવાળો છે. સ્વચ્છ સફેદ આરસમાંથી બનાવેલી પરમાત્માની પ્રતિમા વિરાટ કદની છે, અને તે ચાલુ ધ્યાન મુદ્રા (પદ્માસનમુદ્રામાં) બિરાજેલી છે અને એના હાથ અને પગની પલાંઠી વાળેલી છે."
ભારતીય પુરાતત્ત્વ વિદ્યાના વિખ્યાત વિદ્વાન જેમ્સ બર્જેસ આ તીર્થની આ પ્રમાણે પ્રશસ્તિ કરી છે : "આ સ્થાનેથી જે દ્રશ્ય નજરે પડે છે, તે ધ્યાનને વશ કરી લે એવું છે. એ વિશાળતામાં ખૂબ સુંદર છે; અને અજોડ ચિત્ર માટેની ભવ્ય ગોઠવણીરૂપ છે – માનવી મહેનતમાં આપણે કેટલે પહોંચી શકીએ છીએ તે આ કાર્ય (દર્શાવે) છે.... પણ કાવ્યની અતિશયોક્તિને બાજુએ રાખીએ તો પણ, એ ખરેખર અભુત છે – એ અજોડ સ્થાન છે. મંદિરોની નગરી છે.
થોડાંક મંદિરો આરસપહાણના બનાવેલાં છે - બધા ઝીણવટથી કોતરેલાં છે; અને કેટલાકની સપ્રમાણતા ધ્યાન ખેંચે એવી છે અને જ્યારે પ્રવાસી સ્ફટિકનાં ચક્ષુઓવાળી અને ચોખ્ખા શ્વેત આરસપહાણમાંથી ઘડેલી મૂર્તિઓ પાસેથી પસાર થાય છે, ત્યારે એ પ્રતિમાઓ જાણે સેંકડો
શાંત-એકાંત દેરીઓમાંથી એની સામે નિહાળ્યા કરતી હોય એમ લાગે છે ! IS ૨૮