________________
વાર શ્રી શંત્રુજ્ય ગિરિ ઉપર આવ્યા હતા. ત્રણ પ્રદક્ષિણા પૂરી કર્યા પછી નવા આદીશ્વરનું મંદિર આવે છે. એમ કહેવાય છે કે કોઈ કારણથી આદીશ્વર ભગવાનની નાસિકા ખંડિત થઈ હતી. આથી જૈનોના સકલ સંઘે નવી મૂર્તિ પધરાવવાનો વિચાર કર્યો. એવી મૂર્તિ, સુરતના એક જિનમંદિરમાં મળી આવી. તે મૂર્તિને, સંઘ કાઢીને અહીં લાવવામાં આવી પણ અસલ મૂર્તિ ચલાયમાન ન થતાં, જૂની મૂર્તિને કાયમ રાખવી પડી. અને તેના ખંડિત ભાગને નાસિકા-લેપ દ્વારા અસલ હાલતમાં હતી તેવી બનાવી. સુરતથી લાવેલી નવી મૂર્તિને તો ક્યાંક પ્રસ્થાપિત કરવી જોઈએ એટલે આ દેરાસરમાં જગા કરી તેને પધરાવી,આથી તે નવા આદીશ્વર નામે ઓળખાય છે.
હનુમાન ઘારથી નવ ટૂકને રસ્તે જતાં ભીલડીનાં પગલાં આવે છે. ત્યાર બાદ ડાબા હાથે અંગારશા પીરની દરગાહ આવે છે.આ દરગાહ માટે જાત જાતની દંતકથાઓ અને માન્યતાઓ પ્રવર્તે છે.
એક દંતકથા એવી છે કે પહેલાંના જમાનામાં તીર્થની રક્ષા માટે પીરની કબર સ્થાપવામાં આવી હતી. બીજી દંતકથા એવી છે કે શાહબુદીન ઘોરીએ અહીં ચડાઈ કરી હતી.તેના એક થાનેદાર અંગારશાએ શ્રી આદીનાથ ભગવાનની પ્રતિમા પર હળ માર્યું તે સમયે, પ્રતિમામાંથી ભમરા ઊડ્યા. થાણેદાર જીવ બચાવવા દોડ્યો પણ અંતે ડોળીવાળાના ચોક પાસે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે ઝંડ થયો અને યાત્રાળુઓને ઉપદ્રવ કરવા લાગ્યો. એક આચાર્ય મહારાજે તેને પ્રત્યક્ષ કરીને સાધ્યો. ઝંડે કહ્યું કે તેની કબર કરવામાં આવશે તો તે ઉપદ્રવ નહિ કરે. આમ, તેની કબર બનાવવામાં આવી અને ઉપદ્રવ મટી ગયો
બીજો એવો મત પણ છે કે જૈનો અહીંસક હોઈને, અહીં પીરની કબર બનાવીને મુસ્લિમોના હુમલાઓને દૂર કર્યા. શ્રી શત્રુંજય તીર્થ ઉપર તીર્થાધિપતિ આદીશ્વર ભગવાન છે, એટલે યાત્રાળુઓ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરે છે.
એમાં પહેલી પ્રદક્ષિણા આદીશ્વર ભગવાનનાં દર્શન કરીને ડાબા