________________
પહેલોઉદ્ધારહતો.
આ ઉદ્ધાર કરનાર જાવડશા શેઠની પણ એક દિલચશ્પ કથા છે. તેમના પિતાનું નામ ભાવડશા હતું અને માતાનું નામ ભાવલા, પિતાની પાસે અઢળક ધન હતું. વ્યાપારમાં જેટલા નિપૂણ તેટલા જ ધર્મપરાયણ હતા. માતા પણ શીલવતી અને ધાર્મિક વૃત્તિની હતી. સમય બદલાયો અને પિતા લગભગ નિર્ધન જેવા બની ગયા, પણ ધર્મસાધનામાં અચળ
રહ્યા.
એક દિવસ બે મુનિવરો ઘરે વહોરવા આવ્યા. માતાએ ભાવપૂર્વક ગોચરી વહોરાવી અને પછી પોતાના દુઃખની કથા કહી. તેમના સારા દિવસો ક્યારે આવશે તે મુનિવરોને પૂછ્યું. મુનિવરો ભવિષ્યના જાણકાર હતા, પણ આવા સવાલના જવાબ આપવા તેમના માટે યોગ્ય નહિ એમ માની મુનિવરોએ થોડો સંકોચ અનુભવ્યો પણ પછી કહ્યું કે તમારા કુટુંબ દ્વારા ભવિષ્યમાં શાસનનો ઉદ્ધાર થવાનો છે. એટલે તમારા પ્રશ્નનો જવાબ આપીએ છીએ. આજે કોઇ ઘોડી વેચવા આવશે તેને ખરીદી લેજો. એના પગલાંથી ધનની પ્રાપ્તિ થશે.
તે દિવસે બન્યું પણ એમ જ. કોઇ જણ ઘોડી વેચવા આવ્યો. ભાવડશાએ ઘોડી ખરીદી લીધી. થોડા સમય બાદ ઘોડીએ એક વછેરાને જન્મ આપ્યો. વછેરો ઉત્તમ લક્ષણવાળો હતો. તે ત્રણ વર્ષનો થયો ત્યારે રાજાએ તેને ત્રણ લાખ રૂપિયા આપી ખરીદી લીધો. ભાવડશા ઘોડાના પારખુ હતા એટલે ઘોડાના સોદાગર બન્યા. ઉત્તમ કોટિના ઘણા અશ્વો કેળવ્યા.
ત્યારે પરદુઃખભંજન વીર વિક્રમ રાજા ગાદીએ હતા અને તેમને ઉત્તમ કોટિના અશ્વો વસાવવાનો શોખ હતો, ભાવડશાએ પોતાના ઉત્તમ કોટિના ઘોડા વીર વિક્રમને ભેટ આપ્યા. રાજા વિક્રમે તેનું મૂલ્ય લેવાનું કહ્યું. પણ ભાવડશાએ તેનું મૂલ્ય ન સ્વીકારતાં કહ્યું કે ‘આપ દેશના રક્ષક છો, પ્રજાનું ભલું કરનારા છો. આપના કાર્યમાં આ મારી નમ્ર ભેટ છે. તે સ્વીકારી મને ઉપકૃત કરો.' રાજાએ ભેટ સ્વીકારી પણ ટૂંક સમયમાં રાજાએ ભાવડશાને બોલાવી તેનું બહુમાન કર્યું અને શત્રુંજયની નજદીક
૨૧