________________
વગેરે તપસ્યા કરનાર હજારો યાત્રાળુઓથી પાલિતાણા અને શત્રુંજય તીર્થ ભરેલું હોય છે. નવાણું યાત્રાઓ કરનાર આચાર્યો, સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓથી પણ પાલિતાણા અને શત્રુંજય સતત ભરચક રહે છે.
જૈનધર્મમાં આસ્થા અને શ્રદ્ધા રાખનાર ઘરડાં અને શરીરથી દુર્બળ યાત્રાળુઓ પણ પગપાળા યાત્રા કરતાં જોવા મળે છે.
શ્રી શત્રુંજય તીર્થના સત્તર વાર મોટા ઉદ્ધારો થયા છે, તેમ જૈન પુસ્તકોમાં જણાવાયું છે, પ્રથમ ઉદ્ધાર શ્રી આદીશ્વર ભગવાનના પ્રથમ પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ કરાવ્યો હતો. ભરતરાજા પછી તેમની આઠમી પેઢીએ, દંડવીર્ય રાજા થયો. તેણે શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો હતો. ત્યાર બાદ તેના ઉદ્ધારો થતા ગયા, પણ જૈનોના બાવીસમા તીર્થંકર નેમનાથ ભગવાનના સમયમાં પાંડવોએ આ તીર્થનો બારમો ઉદ્ધાર કરાવ્યો હતો તેવો ઉલ્લેખ છે. તે સમયે તેમણે કાષ્ટ યાને લાકડાનું એક મંદિર બનાવરાવ્યું હતું. તેમજ લેપ્યમય (યાને સુખડના લેપવાળી) પ્રતિમા બનાવી હતી. ત્યારબાદ શ્રી જાવડશા નામના શેઠે તેનો તેરમો ઉદ્ધાર કરાવ્યો હતો. તે પછી વિક્રમ સંવત ૧૨૧૩માં વામ્ભટ્ટ મંત્રીએ ચૌદમો ઉદ્ધાર કરાવ્યો હતો. વિક્રમ સંવત ૧૩૧૭માં ઓસવાલ વંશના શ્રી સમરશાહે પંદરમો ઉદ્ધાર કરાવ્યો હતો. શ્રી જાવડશાથી સમરશાએ કરેલા ઉદ્ધારના ગાળા દરમ્યાન ઘણી કોમના ભક્તો સંઘો કાઢીને સંઘપતિ થયા હતા. તેમાં ભાવસારો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, કણબી પટેલો, લેઉઆ પટેલો, કંસારાઓ અને મહેતર યાને હરિજનોનો સમાવેશ થાય છે. આ ઉલ્લેખ સૂચવે છે કે જૈનધર્મમાં ઉદાર અને વિશાળ દ્રષ્ટિ હતી, અને દરેક કોમની વ્યક્તિઓ જૈનધર્મને અપનાવતી હતી.
શ્રી શત્રુંજય તીર્થનો તેરમો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૦૮ની સાલમાં શ્રેષ્ઠી શ્રી જાવડશાએ કરાવ્યાનો ઉલ્લેખ શ્રી ઘનશ્વર મુનિએ લખેલ “શ્રી શત્રુંજય મહાભ્ય' નામક સંસ્કૃત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. ઐતિહાસિકયુગનો આ