________________
આ મંદિરમાં પાંચ પ્રતિમાઓ પધરાવેલ છે. તેથી પાંચ ભાઈઓના મંદિર તરીકે ઓળખાય છે. ત્યાંથી આગળ જતાં પુંડરિક સ્વામીના દેરાસરની બાજુની ભીંતે મંદિર આવે છે. આગળ જતાં, દાગીના મૂકવાની તિજોરીની રૂમ અને નેમિનાથ ભગવાનની મૂર્તિ આવે છે. અને પછી રથ મૂકવાના ઓરડાની બાજુમાં દેરાસર આવે છે. ત્યાંથી વીસ વિહરમાન પ્રભુના મંદિરમાં જવાય છે. આ મંદિરમાં વીસ વિહરમાન અર્થાત્ આવતી ચોવીસીના વીસ તીર્થંકરોના આત્માઓ અને રંગમંડપમાં ચોવીસ પ્રભુજીની મૂર્તિઓ છે. ત્યાંથી આગળ જતાં અષ્ટાપદજીનું દેરાસર આવે છે, જેમા ચત્તારી, અન્ન, દસ, દોય અર્થાત્ ૪,૮,૧૦, અને ૨ એમ કુલ મળીને, ચોવીસે તીર્થંકરોની પ્રતિમાઓ છે.અહીં ઉપરના ભાગમાં લંકાનો રાજા રાવણ અને તેની રાણી મંદોદરીને નૃત્ય કરતાં, સૂર્યોનાં કિરણોને પકડીને ઉપર ચડતાં મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી અને પગથિયાંમાં કાયાનું કષ્ટ કરતા પંદરસો (૧૫૦૦) તાપસોને બતાવ્યા છે. આગળ જતાં રાયણ વૃક્ષ આવે છે. તેની પાસે થઈને, બહાર નીકળતાં રાયણ પગલાંની આરસની બનાવેલી દેરી અને આદીશ્વર ભગવાનનાં ચાંદીથી મઢેલાં પગલાંની જોડી આવે છે. શ્રી આદીશ્વર ભગવાન અહીં ઘેટીની પાગથી પૂર્વ નવ્વાણુ વાર યાત્રા કરી અહીં રાયણવૃક્ષની નીચે સ્થિર થતા, તેથી તેમની કાયમની સ્મૃતિ માટે રાયણવૃક્ષની નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે.
આગળ ચાલતાં ભગવાનનું નવણ અર્થાત્ અભિષેકનું પાણી નાખવાની એક નાની બારી આવે છે. તે પછી, એક ઓરડીમાં ભરત, બાહુબલિ અને નમિ-વિનમિની મૂર્તિઓ આવે છે. ત્યાંથી આગળ જતાં શ્રી શત્રુંજયના મંદિરનો ઉદ્ધાર કરનાર સમરાશા અને તેમની પત્નીની ઊભી મૂર્તિઓ આવે છે. ત્યાર બાદ એક ચૌદ રત્નનું દેરાસર આવે છે. અહીં ચૌદ પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાઓને રતનની ઉપમા આપવામાં આવી છે. આથી તેને ચૌદ રતનનું દેરાસર કહેવામાં આવે છે. ત્યાંથી એક રસ્તો બનાવ્યો છે. જે રસ્તા દ્વારા
૧૮