________________
હાથના દરવાજેથી બહાર નીકળીએ ત્યાંથી શરૂ થાય છે. બહાર નીકળતાં બરાબર સામે જ સહસ્ત્ર ફૂટનું એક હજાર ચોવીસ પ્રતિમાઓનું મંદિર આવે છે. ત્યાંથી આગળ ચાલતાં અને પ્રદક્ષિણા કરતાં રાયણ પગલાં અને બીજા પગલાંઓનાં દર્શન થાય છે. રાયણ પગલાંની નજદીક દીવાલમાં સર્પ અને મોરની મૂર્તિઓ છે. રાયણ પગલાંની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. તેનાં દર્શન કરી આગળ ચાલતાં ચોવીસ તીર્થકરોના કુલ મળી ચૌદસોને બાવન ગણધરનાં પગલાંનું દેરાસર આવે છે. ત્યાંથી સીમંધર સ્વામીના દેરાસરમાં જઈએ એટલે પહેલી પ્રદક્ષિણા પૂરી થાય છે.
સીમંધર સ્વામીના દેરાસર સામે આદીશ્વરનું નવું દેરાસર છે. ત્યાંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ દેરાસર વસ્તુપાલ-તેજપાલે બંધાવ્યું હતું. આ દેરાસર “નવા આદીશ્વરનું દેરાસર” એ નામે ઓળખાય છે.
અહીંથી આગળ જતાં પગલાંની દેરીઓ આવે છે. અને બાજુમાં પાછળ મેરુ છે ત્યાં જઈએ છીએ. ત્યાંથી આગળ જતાં તીર્થકરોના વરઘોડાના સામાન રથ વગેરે મૂકવાની ઓરડી આવે છે. તેની નીચે ઉતરી સમવસરણના દેરાસર આગળ આવીએ છીએ. તેની જોડે સમેતશિખરજીનું દેરાસર છે. તેની બાજુમાં પ્રક્ષાલનાં પાણી માટેનું પાણીનું ટાંકું આવેલું છે. ત્યાંથી બહાર આવીએ એટલે શ્રી આદીશ્વર ભગવાનના પગલાં આવે છે. ત્યાંથી આગળ જતાં ૧૪૫ર ગણધરનાં પગલાંની ઉપર જવા માટે, એક પત્થરની નિસરણી આવે છે. તેના દ્વારા ઉપર જઈને મોટા દેરાસરમાં દર્શન કરી, સીમંધર સ્વામીના મંદિરમાં પ્રસ્થાપિત કરેલી, ચૌમુખજીની પ્રતિમાનાં દર્શન કરી નીચે ઊતરતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમા આવે છે. અહીં બીજી પ્રદક્ષિણા પૂરી થાય
આ પછી ગંધારિયાના દેરાસરની બાજુમાંથી આગળ જઈએ એટલે પાંચ ભાઈઓએ બંધાવેલ દેરાસર આવે છે. ત્યાંથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે.