________________
હતો. સૂતેલાને કેમ મરાય? એમ માનીને તેણે તેને જગાડ્યો. વાઘ જેવો ઊંચે જોવા જાય છે કે વીર વિક્રમશીએ તેના હાથમાં હતો તે ધોકાનો, એવો જોરદાર ફટકો માર્યો કે વાઘ તરફડિયાં ખાતો નીચે પડ્યો અને બેભાન થઈ ગયો. વિક્રમશી, વાઘને મરેલો જાણીને ઘંટ વગાડવા ગયો. જેવો ઘંટ વગાડવા જાય છે કે વાઘે પાછળથી આવીને, વિક્રમશી પર હુમલો કર્યો. આથી વિક્રમશીને મરણતોલ વાગ્યું અને તે નીચે ગબડી ગયો. વાઘની ખોપરી તૂટી ગઈ હતી એટલે વાઘ પણ મરણ પામ્યો. વાઘ મરી ગયો એટલે વિક્રમશીને ઘંટ વગાડવો હતો, પણ વિક્રમશીને ઊભા થવામાં મુશ્કેલી પડતી હતી. આમ છતાં, વિક્રમશીએ ઘા પર કપડાંની મજબૂત ગાંઠ બાંધી દીધી ને ઊભો થઈને, ઘંટની નજદીક જઈને જોરથી ઘંટ વગાડવા માંડ્યો. ઘંટનો અવાજ સાંભળીને લોકો ઉપર આવ્યા, પણ જુએ તો એક બાજુ મરેલો વાઘ પડેલો હતો અને બીજી બાજુ વિક્રમશીનો દેહ. પોતાના જીવનનો ભોગ આપીને, યાત્રાનો આ માર્ગ ખુલ્લો કરવા માટે લોકોએ અહીં લીમડાના ઝાડ નીચે, વિક્રમશીનો પાળિયો બનાવ્યો છે. તે પાળિયો આજે પણ હયાત છે. તે દિવસથી એ દરવાજાનું અને પોળનું નામ વાઘણ પોળ પડ્યું છે. પાંચ દરવાજામાં આ ત્રીજો દરવાજો છે. શિલ્પની. ભાષામાં તેને સિંહદ્વાર કહે છે. વળી આ વાઘણ પોળના દરવાજા પાસે, વાઘની અને વિક્રમશીની પત્થરની મૂર્તિઓ છે. વાઘણ પોળથી આગળ જતાં શાંતિનાથનું મંદિર આવે છે. ત્યાંથી આગળ જતાં હાથીપોળ આવે છે. અહીં બન્ને બાજુએ હાથીઓની મૂર્તિઓ છે તેથી તેને હાથીપોળ કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લી અને પાંચમી પોળ જેને રતનપોળ કહે છે તે આવે છે. આ પોળની અંદર રત્ન જેવી કીમતી, તીર્થકરોની પ્રતિમાઓ છે. એટલે તેને રતનપોળ કહે છે. આ પાંચેય પોળોના દરવાજાઓનો, આણંદજી કલ્યાણજીની પેઢીએ જીર્ણોદ્ધાર કર્યો છે અને નવા દરવાજા બનાવ્યા છે.
આ પાંચેય દરવાજા વટાવ્યા પછી, આદીશ્વર પ્રભુનાં દર્શન થાય છે. ત્યાર બાદ, ત્રણ પ્રદક્ષિણાઓ કર્યા પછી રાયણ પગલાં આવે છે. તે પગલાંને સ્થાને શ્રી આદીશ્વર ભગવાન ઘેટીની પાળેથી ચઢીને પૂર્વ નવ્વાણું
sssssssssssssss
જ