________________
વિહાર' બંધાવ્યું હતું. વસ્તુપાલનાં પત્ની શ્રીમતી લલિતાદેવીએ, ઘણા જાણીતા અને કુશળ સલાટોને બોલાવીને પોતાના પતિની સ્મૃતિમાં ચાર દરવાજાથી યુક્ત એક સરોવર બંધાવ્યું હતું, અને તે સરોવરની પાળ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું એક વિશાળ મંદિર બંધાવ્યું હતું. આને અનુસરીને વસ્તુપાલના નાના ભાઈ તેજપાલની પત્ની અનુપમાદેવીએ, શત્રુંજય ઉપર એક સરોવર ખોદાવ્યું હતું. પાછળથી તે કુતાસર નામે જાણીતું થયું હતું, આ સરોવરની પાળે વસ્તુપાળની અગ્નિદાહ ભૂમિ પર તેમના નાના ભાઈ તેજપાળે સ્વર્ગારોહણ પ્રાસાદ બંધાવીને તેમાં ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરી હતી.
જૈન ધર્મીઓમાં તીર્થનું મહત્ત્વ
બધા જ ધર્મોમાં તીર્થોનું ઘણું મહત્ત્વ હોય છે. કારણકે તીર્થભૂમિ અને તીર્થયાત્રા માનવજીવન અને સમાજના ઘડતરમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ જૈનધર્મમાં એનું ખાસ વિશિષ્ટ સ્થાન છે. જૈન ધર્મના સ્થાપકો યાને પ્રવર્તકોનો તીર્થકરો તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તીર્થ એટલે પવિત્ર યાત્રાનું સ્થાન અને તીર્થકરો એટલે તીર્થને કરનાર. આમ તીર્થંકરનો શબ્દાર્થ જ પવિત્ર યાત્રાનું સ્થાન કરનાર એમ થઈ શકે. સંસ્કૃત ભાષામાં એક વાક્ય છે કે "તીર્થ કરોતિ ઈતિ તીર્થકર” અર્થાત્ તીર્થને કરનાર તે તીર્થંકર. પણ જૈનધર્મની પરિભાષામાં જૈનો તેમના ચોવીસ ભગવાનનો તીર્થકર. શબ્દથી ઉલ્લેખ કરે છે. તીર્થકરો તેમના ઉપદેશો યાને ધર્મદશના "નમો હિન્દુસ્સ” અર્થાત્ તીર્થને નમસ્કાર એ પદનું ઉચ્ચારણ કરીને કરતા હતા. આ તીર્થ એટલે માત્ર સ્થાવર યાને મંદિરો યા . દેરાસરો જ નહિ પણ ચેતન યાને ભારતીર્થ. આથી જ જૈનધર્મ, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકઓના ચતુર્વિધ સંઘને તીર્થ જેટલી પ્રતિષ્ઠા આપી તેને નમસ્કાર કરે છે.
નીતિ શાસ્ત્રકારોએ કહ્યું કે સાધુ-સંતોનું દર્શન પુણ્યકારક છે, કેમ કે સાધુ સંતો એ “તીર્થ સ્વરૂપ છે." ભગવાન પતંજલિએ પાતંજલ સૂત્ર”માં લખ્યું છે કે" ક્ષણમપિ સજ્જન સંગતિરેફા ભવતિ ભવાર્ણવતરણે નૌકા