________________
મધુમતી હાલનું મહુવા અને આસપાસનાં બાર ગામો ભેટ આપી ભાવડશાને રાજવીપણું અર્પણ કર્યું.
સમય જતાં ભાવડશાને ત્યાં લક્ષણવંતા પુત્રનો જન્મ થયો. તેનું નામ જાવડશા રાખ્યું. જાવડશાના પણ દિવસો ખરાબ આવ્યા અને સૌરાષ્ટ્ર નજદીકના મ્લેચ્છો સાથેના યુદ્ધમાં, તેમને અને તેમની પત્નીને, પકડીને કેદમાં પૂરવામાં આવ્યાં.
મ્લેચ્છનો બાદશાહ એક દિવસ મુશ્કેલીમાં આવ્યો. જાવડશાની સલાહથી મુશ્કેલીમાંથી ઉગરી ગયો. આથી બાદશાહે જાવડશાને જે કંઈ જોઇએ તે માગી લેવાનું કહી ને મુક્ત કર્યો. જાવડશાએ કંઈ ન માગ્યું. જાવડશાને તો પોતાને વતન પાછા જઈને શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવો હતો, એટલે પોતાને વતન પાછા જવાની માંગણી કરી. બાદશાહ શાણો હતો. તેણે જાવડશાને વતન જવાની મંજૂરી આપી અને તેમની સંપત્તિ પાછી સોંપી.
જાવડશાએ વતન આવીને અઢળક ધન ખર્ચીને શ્રી શત્રુંજયનો તેરમી વાર ઉદ્ધાર કર્યો.
કર્નલ જેમ્સ ટોડે તેમના ‘Travels in Western India' "ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા” નામના પુસ્તકમાં આ ઉદ્વાર વિક્રમાદિત્ય પછી સો વર્ષે થયાનો ઉલ્લેખ કર્યો છે. વળી તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો છે કે જાવડશા કાશ્મીરના વેપારી હતા.
જાવડશાહે આ તીર્થનો તેરમો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૦૮માં કરાવ્યો. ત્યાર પછી લગભગ અગિયારસો વર્ષ બાદ તેનો ચૌદમો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૨૧૧ની સાલમાં મંત્રીશ્વર ઉદયનના પુત્ર બાહડ મંત્રીએ કરાવ્યાનો ઐતિહાસિક પુરાવો મળે છે.
આ ચૌદમા ઉદ્ધાર વખતે બાહડ મંત્રીએ અસલ લાકડામાં બનાવેલ મંદિરનું પાષાણમાં રૂપાંતર કર્યું. ત્યારથી મંદિરમાં વિવિધ પ્રકારનાં વિકાસનાં પગરણમંડાયાં.
૨૨