________________
સાધુ પુરુષનો એક ક્ષણનો પણ સહવાસ આ ભવસાગર તરી જવાની નૌકા સમાન થઈ પડે છે.
આ નીતિ શાસ્ત્રકારોનો ઉલ્લેખ જૈનધર્મની તીર્થભાવનાને અનુમોદન અને પુષ્ટિ આપે છે.
જૈનધર્મની આ તીર્થની ભાવનામાં માનવ જીવન શ્રેષ્ઠ છે, તે ભાવ પણ સમાયેલો છે. કારણ કે જૈનધર્મની દ્રષ્ટિએ માનવ ભવમાં જ, આત્મા તીર્થંકર થઈ શકે છે, અને ભવાટવિમાંથી મોક્ષે જઈ શકે છે.
જૈનધર્મમાં તીર્થની વ્યાખ્યા પણ ઘણી વિશાળ અને વિસ્તૃત છે.
તિજજઈ જું તેળ તહિં, તઓ ચ તિત્વ
આ જીવન-મરણના બંધનમાંથી તારે તે તીર્થ. આમ જૈનધર્મે તીર્થને ઘણું મહત્ત્વ આપ્યું છે. એ એક કારણ છે કે જૈનોની વસતી પ્રમાણમાં ઓછી હોવા છતાં તેમના મંદિરોની સંખ્યા ઘણી વધારે છે. અને શત્રુંજય જેવા તીર્થ ઉ૫૨ ધણી જ વિપુલ સંખ્યામાં મંદિરો છે.
શ્રી શત્રુંજય તીર્થ ઉપર દેશ અને પરદેશના વિદ્વાનોએ ઘણી પ્રશંસા કરી યશોગાન ગાયાં છે અને ભાવાંજલિ અર્પી છે, જેમાં ગુજરાતના બે વિખ્યાત કવિઓ, કવિ ન્હાનાલાલ અને બોટાદકર, જેમ્સ ફરગ્યુસન, જેમ્સ ટોડ, જેમ્સ બ‰સ, હેનરી કઝીન્સ, એલેક્ઝાંડર ફાર્બસ વગેરેનાં નામો ગણાવી શકાય.
કવિ ન્હાનાલાલે તો તેમની કાવ્યમય ભાષામાં ભગવાન ૠષભદેવને શ્રી શત્રુંજયના પ્રથમ યાત્રિ કલ્પી, શ્રી શત્રુંજયનું અને ભગવાન શ્રી ઋષભદેવનું પાલીતાણામાં આપેલા એક ભાષણમાં જે વર્ણન કર્યું છે તે શ્રી શત્રુંજય તીર્થને ઉત્કૃષ્ટ કોટિમાં મૂકે છે.
"આગલી સન્ધ્યાએ તળેટીની એક વૃક્ષછાયામાં આ ભૂમિની મહેમાની માણેલો એક અતિથિ, કીડીને વેગે પણ સિંહના આત્મનિષ્ઠ પગલે, આ ગિરિરાજની કેડીએ ચડે છે - જાણે ફૂંકી ફૂંકીને પગલાં ભરતો ન હોય.
૨૫