________________
અંદર આવેલ એક નવી ટૂકમાં જવાય છે. આ નવી ટૂકના મધ્યભાગમાં એક શિખરબદ્ધ મંદિરમાં પાંચસો દેરીઓ બનાવી તેમાં પાંચસો પ્રતિમાઓને પધરાવવામાં આવી છે. અહીંથી આગળ જતાં એક ગોખલો આવે છે, જેમાં ચોવીસ તીર્થંકરોની માતાઓએ તેમના પુત્રને ખોળામાં લીધેલ હોય તેવાં સુંદર દ્રશ્યો કોતરવામાં આવેલ છે. ત્યાંથી આગળજતાં ગંધારિયાનું દેરાસર આવે છે. જેમાં ચૌમુખજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી છે.અહીંથી આગળ વધીને શ્રી પુંડરિક સ્વામીના મંદિરમાં જવાય છે. શ્રી પુંડરિક સ્વામીના ગભારામાં અને આજુબાજુના બે ઓરડામાં અને મંડપના બે ઓરડામાં ઘણી પ્રતિમાઓ છે. આમ અહીં ત્રીજી પ્રદક્ષિણા પૂરી થાય છે.
યાત્રાળુઓ આમ ત્રણ પ્રદક્ષિણા પુરી કરી, પ્રાથમિક ભાગની યાત્રા કર્યાનો સંતોષ અગર જૈનધર્મની પરિભાષામાં કહીએ તો યાત્રાનું પુણ્ય મેળવે છે.
જૈન ધર્મીઓ એમ માને છે કે યાત્રાનું પૂરેપુરૂં ફળ મેળવવું હોય તો ત્રણ પ્રદક્ષિણાઓની સાથે એક યાત્રા દીઠ પાંચ ચૈત્યવંદનો કરવા જોઇએ, અને પગપાળા દોઢ ગાઉની, છ ગાઉની અગર બાર ગાઉની પ્રદક્ષિણા કરવી જોઇએ. આ ત્રણે પ્રદક્ષિણાઓ આદીશ્વરદાદાની ટૂકને મધ્યમાં રાખીને કરવાની હોય છે.
અગાઉ ઘણા યાત્રાળુઓ ત્રણ ગાઉની યાત્રા કરતા હતા, પણ તે ઘણી કઠિન હોવાથી હાલ તે યાત્રા કોઇ કરતા નથી. ત્યાં સુધી રસ્તો કે પગદંડી પણ નથી.
આજે દોઢ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની પ્રદક્ષિણા તો ઘણા યાત્રાળુઓ કરેછે.
અહીં હજારો જૈન ચાતુર્માસ કરવા આવે છે. તપનો મહિમા જૈનધર્મમાં એટલો બધો છે કે ઉપવાસ, આયંબિલ, ઈક્કાસણાં બેસણાં
૧૯