________________
સવા-સોમની શ્રેષ્ઠીઓની ઉદારતા અને ભક્તિનો ખ્યાલ આપે છે. આ મંદિરમાં બાર સ્તંભો પર ઘૂમટની રચના કરવામાં આવી છે. શત્રુંજય પર આ સૌથી મોટામાં મોટું મંદિર છે. ચૌમુખજીના મંદિરના બહારના ભાગમાં ચાર મંદિરોનો સમૂહ છે. આ મંદિરો ખરતરવસહી તરીકે ઓળખાય છે.
આ સવા–સોમની ટૂકનો એક દિલચશ્પ કિસ્સો છે. જૈન શ્રેષ્ઠીઓની ઉદારતાની પરાકાષ્ટાનો ઇતિહાસ છે.
વંથલી યાને વણસ્થલી ગામમાં, એક અતિ પ્રતિષ્ઠિત અને શુભ નિષ્ઠાવાળા સવચંદ નામે વેપારી શેઠ હતા. ગામના લોકો તેમની મિલ્કત, શેઠને ત્યાં અનામત રાખતા અગર ગીરો મૂકતા અને જ્યારે જરૂર પડે ત્યારે પાછી લઈ જતા.
એક દિવસ શેઠની ઈર્ષા કરનાર એક ઈર્ષાખોર વેપારીએ એક ગિરાસદારના કાન ભંભેરીને કહ્યું કે સવચંદ શેઠ ખોટમાં છે અને તમારી મિલ્કત હવે તમને પાછી મળશે નહિ. ગિરાસદારે આવીને શેઠ પાસે પોતાની મૂડી પાછી માંગી. શેઠની પેઢીમાં ત્યારે એટલી રોકડ રકમ ન હતી, કારણ કે તેમનાં વહાણો હજુ માલ લઈને પાછાં આવ્યાં ન હતાં. ઉઘરાણી જલ્દી પતે એમ ન હતી. શેઠની પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો. શેઠ મૂંઝવણમાં પડ્યા. થોડીવાર વિચાર કર્યા પછી, અમદાવાદના એક પ્રતિષ્ઠિત શેઠ સોમચંદ ઉપ૨ તેમણે એક લાખ રૂપિયાની હૂંડી લખી. સોમચંદ શેઠને ત્યાં સવચંદ શેઠનું ખાતું ન હતું, એટલે હૂંડી લખતાં લખતાં હાથ ધ્રૂજવા લાગ્યા અને આખમાં આંસુ આવી ગયાં. આસુનાં બે ટીપાં હૂંડી પર પડી ગયાં. શેઠે, ગિરાસદારને બોલાવી હૂંડી આપી. ગિરાસદાર હૂંડી લઈને સોમચંદ શેઠને ત્યાં આવ્યો. સોમચંદ શેઠ બહારગામ ગયા હતા. મુનીમે હૂંડી લીધી અને સવચંદ શેઠનું ખાતું શોધવા લાગ્યા. પણ સવચંદ શેઠનું ખાતું હોય તો મળે ને ! મુનીમે ગિરાસદાર ને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજો. ગિરાસદાર શંકામાં પડી ગયો. થોડા દિવસ પછી, પાછો આવ્યો, તે વખતે સોમચંદ શેઠ હાજર હતા. તેમણે લઈને ખાતાવહી
८