________________
તપાસરાવી, પણ સવચંદ શેઠનું ખાતું ન હતું એટલે ક્યાંથી મળે ? દરમ્યાન, સોમચંદ શેઠની નજર, હૂંડી પર પડેલાં આંસુનાં ટીપાં પર ગઈ. હૂંડીના અક્ષરો પણ ધ્રુજતા હાથે લખાયેલા લાગ્યા. સોમચંદ શેઠ સમજી ગયા કે કોઈ મુસીબતમાં આવી પડેલા શેઠે હૂંડી લખી છે. સોમચંદ શેઠે હૂંડી સ્વીકારીને તે રકમ પોતાને ખાતે લખીને, ગિરાસદારને રોકડા રૂપિયા ગણી આપ્યા.
થોડા સમય પછી સવચંદ શેઠ વ્યાજ સહિત હૂંડીની રકમ લઈને, સોમચંદ શેઠને ત્યાં આપવા આવ્યા. તેમને આડતિયા સમજીને સોમચંદ શેઠે તેમની આગતા સ્વાગતા કરી. ભોજન કર્યા પછી, સવચંદ શેઠે હૂંડીની વાત કાઢી અને કહ્યું કે હૂંડીની રકમ વ્યાજ સાથે લઈને તે આપવા આવ્યા છે. આવી કોઈ હૂંડી સોમચંદ શેઠે સ્વીકારી હતી તેની શરૂઆતમાં ખ્યાલ પણ ન આવ્યો. સવચંદ શેઠે વિગતવાર હૂંડીની વાત કરી અને સોમચંદ શેઠે તેમની લાજ રાખી હતી તેથી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. સોમચંદ શેઠ તો ઉદારતાના ભંડાર હતા. તેમણે કહ્યું કે સધર્મિકને સહાય કરવી તે તેમની ફરજ હતી. રૂપિયા તો જમા ખર્ચે નંખાઈ ગયા છે. એટલે હવે તે રકમ લેવાનો સવાલ ઊભો થતો નથી. સવચંદ શેઠ રૂપિયા પાછા આપવાના આગ્રહી હતા. સોમચંદ શેઠ રૂપિયા ન લેવા માટેના આગ્રહી હતા. રૂપિયાનું શું કરવું એ સવાલ ઊભો થયો ! બન્ને જૈનધર્મી હતા, એટલે છેવટે એવો નિર્ણય કરવામાં આવ્યો કે વ્યાજ સહિતની હૂંડીની રકમમાં બીજી રકમ ઉમેરીને, શ્રી શત્રુંજય તીર્થ ઉપર ઊંચામાં ઊંચા સ્થળે, મંદિર બંધાવવું. આમ, અહીં વિક્રમ સંવત ૧૬૭૫માં ચૌમુખજીનું મંદિર બંધાયું અને તેને સવચંદ શેઠ અને સોમચંદ શેઠના નામ ઉપરથી સવા-સોમની ટૂક નામ આપવામાં આવ્યું. તેના બહારના વિભાગનો ખરતરવસહી' નામથી ઉલ્લેખ કરવામાં આવે છે.
ખરતર શબ્દ “ખરતરગચ્છ' શબ્દ ઉપરથી આવેલો છે. શ્વેતાંબર જૈન વિરક્ત સાધુઓના એક સમૂહને “ખરતર' કહેવામાં આવે છે. અને તેના ઉપરથી જૈનોના એક વર્ગનો શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક ખરતરગચ્છ' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. વસહી એટલે વસાહત
s
છે
: