________________
અર્થાત્ બૌદ્ધ ભિક્ષુકો અને જૈન સાધુઓના પવિત્ર સ્થાનો.
આ ખરતર વસહીમાં જૈનોના સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર સમ્રાટ અશોકના પૌત્ર શ્રી સંપ્રતિરાજાએ બંધાવ્યું હતું. અહીં ઋષભદેવની માતા મરૂદેવીનું બીજું નાનું મંદિર આવેલું છે. તે મંદિર ઘણું જૂનું છે. અહીં શ્રી શાંતિનાથજી, શ્રી મરૂદેવીમાતા સહિત બાર જીનમંદિરો છે.
આ ટૂંકની પાછળ પાંડવોનાં મંદિરો છે. તેમાં પાંચે પાડવો, માતા કુંતી અને સતી દ્રોપદીની મૂર્તિઓ છે. વળી આ ટૂકે ઉપર ભગવાન આદિનાથની માતા શ્રી મરૂદેવીમાતાનું મંદિર છે. તે ઘણું પ્રાચીન મંદિર છે.
ત્રીજી ટૂક, છીપા વસહીની ટૂક તરીકે ઓળખાય છે. આ ટૂક ઉપર વિક્રમ સંવત ૧૭૯૧માં છીપા યાને ભાવસાર ભાઈઓએ એક મંદિર બંધાવ્યું હતું. તેમાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા છે.
અહીં ધ્યાન ખેંચતી બે ચમત્કારિક દેરીઓ છે. ભાવસાર ભાઈઓ છીપાઓનો ધંધો કરતા હતા તેથી આ છીપાવહીની ટૂક નામથી ઓળખાય છે.
ચોથી ટૂક, સાકર વસહીની ટૂક તરીકે જાણીતી છે. આ ટૂક ઉપર વિક્રમ સંવત ૧૮૯૩માં સાકર ચન્દ્ર પ્રેમચન્દ્ર નામના એક ધાર્મિક શ્રેષ્ઠીએ મંદિર બંધાવ્યું હતું. મંદિરમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન છે. અહીં ચાર મુખ્ય મંદિરો અને એકવીસ દેરીઓ છે. તેમજ એકસો બોતેર આરસની અને પાંચ ધાતુની પ્રતિમાઓ છે.
પાંચમી ટૂકને નંદીશ્વર યાને ઉજમફોઇની ટૂક કહેવામાં આવે છે. આ ટૂંક ઉપર વિક્રમ સવંત ૧૮૯૩માં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના ફોઇ શેઠાણી ઉજ્જબાઈ દ્વારા મંદિર બાંધવામાં આવ્યું હતું. અહીં ચાર જીનેશ્વર દેવોની ચતુર્મુખ પ્રતિમાઓ છે. મૂળ નાયક શ્રી ચંદ્રનન જીનેશ્વર દેવ છે. બીજા ત્રણ દેવ ૠષભાનન, વારિષેણ અને વર્ધમાન છે. આ
૧૦