________________
૧૯૨૧માં કરવામાં આવી હતી. તેમાં મૂળ નાયક જૈનોના ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાન છે. આ મંદિરના ઉપરના ભાગમાં યક્ષ યક્ષિણીઓની સુંદર મૂર્તિઓ છે. મંદિર બે માળનું છે. તેમાં લગભગ પચાસ પ્રતિમાઓ છે. આ ટૂક ઉપર સંપ્રતિ રાજા, ઋષભદેવના માતા મરૂદેવી, પદ્મપ્રભુ અને વેલબાઈનાં મંદિરો છે. વેલબાઈનું મંદિર ચૌમુખી છે. તેમાં ૬૪ પ્રતિમાઓ છે. આ ટ્રક અને ચૌમુખજીની ટૂકને જોડતી રચનાને ખરતરવસહી કહે છે.
બીજી ટૂક શ્રી ચૌમુખજીની ટૂક તરીકે ઓળખાય છે. શત્રુંજયગિરિ ઉપર આ ઊંચામાં ઊંચી ટૂક છે. આ ટ્રકના બે વિભાગો છે. બહારના વિભાગને ખરતરવસહી કહે છે અને અંદરના વિભાગને ચૌમુખજીની અથવા સવા-સોમની ટૂક કહે છે. લગભગ પચ્ચીસ માઈલની દૂરીથી એના શિખરનું દર્શન થાય છે. શિખર સત્તાણું ફૂટ ઊંચું છે. અહીં વિક્રમ સંવત ૧૬૫૭માં શ્રેષ્ઠીઓ સવચંદ અને સોમચદે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. તેની પાછળ તે વખતે અડતાલીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ મંદિર સડસઠ ફૂટ લાંબુ અને સત્તાવન ફૂટ પહોળું છે. ગર્ભગૃહમાં બે ફૂટ ઊંચા અને બાર ફૂટ લાંબા પહોળા સફેદ આરસના સિંહાસન ઉપર, દસ ફૂટ ઊંચી પદ્માસનસ્થ ભગવાન આદિનાથની શ્વેતવર્ણ ચાર મૂર્તિઓ છે. મંદિરની ફરસ લીલા, ભૂરા, શ્વેત આરસના ટૂકડાઓથી જડેલી છે. મૂર્તિનાં ચાર દિશામાં ચાર મુખ છે. અને આથી તે ચૌમુખજીની ટૂક કહેવાય છે. સિંહાસન કલાત્મક અને આકર્ષક છે.
મંદિરના રંગમંડપમાં બાર સ્તંભો ઉપર ચોવીસ દેવીઓનાં સુંદર મનોહર ચિત્રો છે. મંદિરનું સ્થાપત્ય કલાત્મક છે. મંદિર સવારે સાત વાગે ઊઘડે છે. અને રાતે સાત વાગે બંધ થાય છે. આમ તો, અહીં બધાં જ મંદિરો સવારના સાતથી સાંજના સાત સુધીજ ખુલ્લાં રહે છે. સંધ્યાટાણે શત્રુંજય ઉપરથી પૂજારીઓ પણ ઊતરી જાય છે. જૂજ વ્યક્તિઓ જ રાતના ઉપર રહે છે અને જૈનોની માન્યતા પ્રમાણે રાતના અહીં ફક્ત દેવોનો જ વાસ રહે છે. મૂર્તિનાં અંગો સુવર્ણથી મઢેલાં અને રત્નોથી જડેલાં છે. એ