________________
અનુસરીને, ઉદયન મંત્રીના પુત્ર વાભટ્ટે કાષ્ટના મંદિરનું, પત્થરના મંદિરમાં રૂપાંતર કર્યું. શત્રુંજયગિરિ ઉપર મંદિરો બાંધવામાં ઘણા મહાન આચાર્યો, રાજા-મહારાજાઓ, અમાત્યો, જૈનધર્મના શ્રેષ્ઠીઓ અને સામાન્ય ધર્મીઓનો ઘણો મોટો ફાળો છે. તેમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય, મહારાજા સિદ્ધરાજ અને કુમારપાળ, અમાત્યોઃ ઉદયન, વિમલશા, વસ્તુપાળ, તેજપાળ અને શ્રેષ્ઠીઓઃ જગડુશાહ, કરમશાહ, સવા સોમજી, મોતીશા વગેરેનાં નામો ગણાવી શકાય.
યાત્રાળુઓ તળેટી અર્થાત્ જેને જયતલાટી કહે છે, ત્યાંથી યાત્રાનો આરંભ કરે છે. જયતલાટીથી આગળ ચઢતાં ડાબા હાથે બાબુના દેરાસર જતાં અગાઉ, એક સંપૂર્ણ આરસમાં બનાવેલું દેવવિમાન જેવું સુંદર જૈન મંદિર આવે છે. તે ખોમાના દેરાસર તરીકે જાણીતું છે. ત્યાંથી આગળ જતાં કલકત્તાના બાબુઓએ બંધાવેલું, ધનવસહી બાબુનું દેરાસર આવે છે. આ મંદિર કલકત્તાના બાબુઓ અને ધનપતસિંહે બંધાવેલું હોઈને, તેનો ધનવસહી બાબુનું દેરાસર નામથી ઉલ્લેખ કરવામાં આવે છે.
બાબુના મંદિરની સામે ૧૦૮ પ્રચલિત તીર્થના મંદિરોના ભગવાનની મૂર્તિઓ અને આરસના પટમાં લેમિનેશન કરાવેલું મંદિર આવે છે. તેના ત્રણ નામ છે. (૧) સમવસરણ મંદિર (૨) તીર્થદર્શન મંદિર અને (૩) પાર્શ્વનાથ મંદિર. મંદિરમાં સમવસરણની રચનાઓ હોવાથી સમવસરણ મંદિર કહેવાય છે. તીર્થોનાં દર્શન કરતા હોઈએ તેવું આબેહૂબ બનાવ્યું છે, એટલે તીર્થદર્શન મંદિર કહેવાય છે. અને મંદિરમાં ભોંયતળિયે પાર્શ્વનાથની ૧૦૮ મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. એટલે ૧૦૮ પાર્શ્વનાથ મંદિર કહેવાય છે. આ પછી ઉપર ચડતાં ભરતરાજાનાં પગલાંની દેરી, ઈચ્છાકુંડ, કુમારપાળ રાજાએ બંધાવેલ કુમારકુંડ વગેરે આવે છે અને એથી આગળ જતાં હિંગળાજનો હડો આવે છે. અહીં ચડાણ સહેજ કપરૂં છે.
આ હડો અંબામાતાનો છે. અંબિકાદેવી હિંગળાજની મૂર્તિસ્વરૂપ છે. તેની એક દંતકથા છે કે હિંગુલ નામનો રાક્ષસ સિંધુ નદી તરફથી
-
-
-