________________
શત્રુંજય પહાડ ઉપર ચડવા માટે, પહોળાં પગથિયાં બાંધવામાં આવ્યાં છે. ચડાવમાં વચ્ચે યાત્રાળુઓ માટે વિશ્રામ સ્થાનો અને પરબો છે. વચમાં સામાન્ય સ્થિતિના શ્રાવકોએ તીર્થંકરની પાદુકાઓ યોજી, તેના ઉપ૨ દેરીઓ બનાવી છે. પહાડનું ચઢાણ લગભગ ચાર કિલો મીટરનું છે. મોટે ભાગે યાત્રાળુઓ પગે ચાલીને જ ઉપર ચડે છે. પણ જે યાત્રાળુઓ ન ચડી શકે તેવા હોય તેમને માટે, ડોળીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ડોળીના ભાવ પણ નક્કી કરવામાં આવેલા છે. તેમાં ઋતુ પ્રમાણે ફેરફાર થતા હોય છે.
પહાડ ઉપર યાત્રાળુઓને દિવસ દરમ્યાન આરામ કરવા માટે, એક ગેસ્ટ હાઉસ બાંધવામાં આવ્યું છે. પહાડ અનોખા પ્રાકૃતિક સૌન્દર્યથી સભર છે.
અહીં કાર્તિકી પૂર્ણિમા, ચૈત્રી પૂર્ણિમા, ફાગણ સુદ તેરસ અને વૈશાખ સુદ ત્રીજના દિવસોએ, મોટા મેળા ભરાય છે. ત્યારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.
શત્રુંજયગિરિનો સિદ્ધગિરિ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. કારણ કે જૈનધર્મની માન્યતા પ્રમાણે શત્રુંજયપર્વત પરથી અનેક આત્માઓ મોક્ષે સિધાવ્યા છે. વળી અહીં જૈન મંદિરોની એક મોટી હારમાળા છે. અગર કહો કે શત્રુંજય પર્વત જૈન મંદિરોથી છવાઈ ગયો છે. આજે લગભગ નવસો જેટલાં મંદિરો તો હયાત છે. મોટા ભાગનાં મંદિરો તો આરસ પહાણના પત્થરોથી બનાવેલાં છે. હરેક શ્રદ્ધાવાન જૈનની એક એવી અભિલાષા હોય છે કે જીવનમાં એકવાર સિદ્ધગિરિ પર્વત ઉપર, મંદિ૨ અથવા નાનકડી દેરી બંધાવું. એટલે આજે પણ શત્રુંજયગિરિ પર મંદિરોનું બાંધકામ ચાલુ જ છે.
એમ માનવામાં આવે છે કે, શત્રુંજયગિરિ ઉપર બાંધવામાં આવેલું પ્રથમ મંદિર, કાષ્ટનું હતું, પણ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય રાજા કુમારપાળ અને તેમના અમાત્ય ઉદયને, મંદિર કાષ્ટનું હોવાથી, તેને આગના ભયથી બચાવવા માટે પત્થરનું બનાવવાનો આદેશ આપ્યો. આ આદેશને
૪