________________
શીખેલા મહાન સિદ્ધયોગી શિષ્ય નાગાર્જુન, ગુરુની સ્મૃતિમાં આ નગરની સ્થાપના કરી તેનું નામ પાદલિપ્તપુર પાડ્યું હતું. કાળક્રમે તેનો અપભ્રંશ થતાં તેનું નામ પાલિતાણા પડ્યું.
પાલિતાણા ગામથી લગભગ છ કિલોમીટરના અંતરે શત્રુંજય પર્વત આવેલો છે. પાલિતાણાથી શત્રુંજય જવા માટે પાકો રસ્તો બાંધવામાં આવ્યો છે. પર્વતની ઊંચાઈ લગભગ પાંચસો પંચાણું (પ૯૫) મીટરની છે. શત્રુંજય નદી, પર્વતની દક્ષિણ દિશાએ આવેલી છે. તેને કારણે, આબોહવા આલ્હાદક છે અને દ્રશ્ય મનોહર લાગે છે. આજે તો શત્રુંજય નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે. શત્રુંજય પર્વત ઉપર જૈનોના સેંકડો મંદિરો આવેલાં છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી, ચૈત્રી પુનમે અહીંથી મોક્ષે સિધાવ્યા હતા. એટલે પહેલાના સમયમાં શત્રુંજય પર્વતનો પુંડરિકગિરિ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો.
શ્રી શત્રુંજયગિરિની પાગો અથત રસ્તાઓ શ્રી શત્રુંજયગિરિ ઉપર ચડવાના રસ્તાઓનો પાગ-પાજ-પાયગા વગેરે શબ્દોથી ઉલ્લેખ કરવામાં આવે છે. શત્રુંજયગિરિ ઉપર ચડવાના મુખ્ય ચાર પાગો યા રસ્તાઓ છે. પહેલી પાગને પાલિતાણાની પાગ કહે છે. તે ઉત્તર દિશાની પાગ છે. ત્યાંથી શ્રી શત્રુંજય તીર્થની તળેટીમાં જવાનો રસ્તો છે. તેનું નામ તલાટી રોડ છે, અર્થાત તળેટી રોડ છે. તે રસ્તો, પુલથી શરૂ થઈને તળેટીનાં પગથિયાં સુધી જાય છે. અહીંથી ઉપર ચડવા માટેનાં પગથિયાંની શરૂઆત થાય છે. અહીં ભક્તજનો "બોલો આદિશ્વર ભગવાનની જે" બોલીને, યાત્રાની શરૂઆત કરે છે. આથી આ સ્થળનો “જય તલાટી' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એક જમાનામાં આ રસ્તો “મન મોહન પાગ' તરીકે જાણીતો હતો.
બીજી પાગને શ્રી શત્રુંજય નદીની પાગ કહેવામાં આવે છે. પાલિતાણાથી હસ્તગિરિના રસ્તે લગભગ ચાર માઈલના અંતરે શ્રી શત્રુંજય