________________
શ્રી શત્રુંજય યાને સિદ્ધગિરિ તીર્થ |
શ્રી શત્રુંજય એ જૈનોનું મોટામાં મોટું યાત્રા સ્થળ યાને તીર્થધામ છે. તે સૌરાષ્ટ્રમાં પાલિતાણા નગરની નજદીક, પવિત્ર શત્રુંજય નદીના કિનારે, શત્રુંજય પર્વત ઉપર આવેલું છે. આ તીર્થયાત્રાનો ઘણો ભવ્ય અને રોમાંચક ઇતિહાસ છે. આ તીર્થધામ જૈનોનું હોવા છતાં, દરેક કોમના લોકો માટે તે ખુલ્લું છે. અને અન્ય કોમની વ્યક્તિઓ યાત્રા કરવા પણ આવે છે.
આ તીર્થ ઘણું પુરાણું છે. અતીતના ઇતિહાસથી ભરેલું છે. પ્રાગઐતિહાસિક કાળમાં પણ આ તીર્થધામ હતું તેવી માન્યતા છે. જૈન ધર્મીઓની માન્યતા પ્રમાણે, જૈનોના પ્રથમ તીર્થકર અને હિંદુઓના આદિપુરુષ, ભગવાન આદિશ્વરે અહીં ઘેટી પાગના રસ્તેથી પૂર્વ નવ્વાણુ વાર યાત્રાઓ કરી હતી. અને ભગવાન આદિશ્વરના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી, અહીંથી મોક્ષે સિધાવ્યા હતા. કોઈ મુનિ મહારાજે આ યાત્રાધામના શાશ્વતપણા વિશે લખ્યું છે કે,
- “પ્રાય એ ગિરિ શાવતો રહેશે કાલ અનંત’
આ તીર્થના એકવીસ, એકસો આઠ અને કોઈ પુસ્તકોમાં એક હજાર આઠ નામો હોવાનો ઉલ્લેખ સૂચવે છે કે તીર્થ ઘણું પુરાણું હશે. વળી જૈનોની માન્યતા પ્રમાણે, આ તીર્થમાંથી વર્તમાન ચોવીસીમાં, પુંડરિકસ્વામી વગેરે સહિત, અસંખ્યાતા જીવો મોક્ષે ગયા છે. અને આવતી ચોવીસીના ચોવીસ તીર્થંકરો, અસંખ્યાતા જીવો સાથે, અહીંથી મોશે જવાના છે. આ અને આવાં બીજાં ઘણાં કારણો જૈન શાસ્ત્રોમાં આપ્યાં છે જે નિર્દેશ કરે છે કે, પ્રાગઐતિહાસિક કાળમાં પણ આ તીર્થસ્થાન હશે.
પાલિતાણાનું અસલ નામ પાદલિપ્તપુર હતું. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી, તેમની પાસેથી મંત્ર અને તંત્રની વિદ્યા
S
SS