________________
ભાવાર્થ :
સેંકડો કરોડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે. પરંતુ તમારા જેવા પુત્રને બીજી કોઈ માતાએ જન્મ આપ્યો નથી. સર્વ દિશાઓ નક્ષત્રોને ધારણ કરેછે, પરંતુ પૂર્વ દિશા જ દેદીપ્યમાન કિરણોવાળા સૂર્યને જન્મ આપેછે. ।૨૨।।
ભક્તામર શ્લોક ૨૩
ત્મામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ-, માદિત્યવર્ણમમાં તમસઃ પરસ્તાત્ ત્વામેવસમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીંદ્ર પન્થાઃ ||૨૩।। મોટા મોટા મુનીજન તે માનતા નાથ તો તે, અંધારામાં વિરૂપ સમા નિર્મળા આપ પોતે; સારી રીતે અમર બનતા આપને પામવાથી, મુક્તિ માટે કદી બીજો માનો માર્ગ આથી. ॥ ૨૩||
ભાવાર્થ :
હે મુનીન્દ્ર ! મુનિઓ તમને ઉત્કૃષ્ટ પુરુષરૂપે – પરમાત્મારૂપ સૂર્ય જેવી કાંતિવાળા નિર્મલ અને અંધકારથી દૂર રહેલા માને છે તથા તમને જ અંતઃકરણની શુદ્ધિ વડે પામીને પ્રાણીઓ મૃત્યુને જીતે છે. સિદ્ધ થાય છે. આ સિવાય બીજો કોઈપણ ઉપદ્રવ રહિત મોક્ષનો માર્ગ નથી.
મિથ્યાત્વી જીવ બહિરાત્મા કહેવાય છે. સમ્યક્ દૃષ્ટિ સકર્માજીવ અંતરાત્મા કહેવાય છે અને કર્મરહિત જીવ પરમાત્મા કહેવાય છે . ॥ ૨૩ ભક્તામર બ્લોક ૨૪
સ્વામવ્યયં વિભુમચિન્ત્યમસખ્યમાર્ઘ, બ્રહ્માણીમીશ્વરમનન્તમનઙ્ગ કેતુમ્ । યોગીશ્વર વિદિતયોગમને કર્મ કં, જ્ઞાનસ્વરૂપમમલં પ્રવદન્તિ સન્તઃ
||૨૪॥
સંતો માને પ્રભુજી તમને આદિ ને અવ્યયી તો, બ્રહ્મા જેવા અનધિ પ્રભુ કામકેતુ સમા છો; યોગીઓના પણ પ્રભુ બહુ એક રૂપે રહ્યા છો, જ્ઞાની રૂપે વળી વિમળતા પૂર્ણ તત્ત્વ ભર્યા છો. ॥ ૨૪||
Jain Education International
For Private & Personal Use Only
(૧૨)
www.jainelibrary.org