________________
ભક્તામર શ્લોક ૪
वक्तुं गुणान् गुणसमुद्र ! शशाककान्तान् करते क्षमः सुरगुरु प्रतिमोऽपि बुद्धया ? कल्पान्त काल पवनोद्धत नक्रचक्रं को वा तरीतुमल मम्बुनिधिं भुजाभ्याम् ? ।।४।।
ભાવાર્થ :
હે ગુણના સાગર પ્રભુ ! ચંદ્ર જેવા ઉજ્જવળ તમારા ગુણોને કહેવા માટે બુદ્ધિ વડે બૃહસ્પતિ જેવો પણ ક્યો વિદ્વાન સમર્થ છે? જેમકે પ્રલયકાળના વાયુથી જેમાં મગરમચ્છોના સમૂહો ઊછળી રહ્યા હોય એવા મહાસાગરને પોતાની બે ભૂજા વડે કોણ તરી શકે?
જેમ આવો સમુદ્ર તરવાને અશક્ય છે તેમ તમારા ગુણોનું વર્ણન કરવું અશક્ય છે.ll
પ્રભુ ગુણસાગર શા માટે ? આત્માના સાચા ગુણો કેમ પ્રગટે ? મહાપ્રભાવક શ્રી ભક્તામર સ્તોત્રના ચોથા શ્લોકના પ્રારંભમાં ઋષભદેવ ભગવાનને ગુણોના સાગર સમાન સંબોધન કરવામાં આવ્યું છે. આ સંબોધન પાછળ આશય એ છે કે પરમાત્મા અનંતાગુણોને ધારણ કરનાર છે. આત્માની વિકાસ યાત્રા નિગોદમાંથી પરમાત્મપદ સુધીની છે. જીવ સામાન્ય રીતે જ્યાં સુધી સ્વસમ્મુખ થતો નથી, ત્યાં સુધી તે પરસન્મુખ હોય છે. પરસમ્મુખ એવો જીવ આત્મતત્ત્વનો નિર્ણય કરી શકતો નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા કેવો છે, તેનું તેને ભાન હોતું નથી. તેની આ સ્થિતિ માટે તે પોતે જવાબદાર છે. જૈનદર્શને આત્માની પૂર્ણ સ્વતંત્રતાનો સ્વીકાર કર્યો છે. તેથી આત્માએ સ્વભાવમાં ઠરવું કે વિભાવમાં ભ્રમણ કરવું તે તેના સવળા કે અવળા પુરુષાર્થ પર આધારિત છે. જીવની પરસમ્મુખ દૃષ્ટિનો અર્થ એ છે કે આત્મા સિવાયના તમામ બાહ્ય સ્વરૂપ પદાર્થો, સંબંધો અને બાહ્ય ગુણ-અવગુણોમાં તેની પ્રીતિ અને રુચિ હોય
છે.
આ રીતે અનંતકાળથી સંસારમાં ભ્રમણ કરતો અને સર્વ પર પદાર્થમાં
For Privat( 38 )onal Use Only
Jain Education International
www.jainelibrary.org