________________
નથી. ભવે-ભવે આત્મા જે શરીરથી જોડાયો છે તેના પુદ્ગલ પરમાણુઓનો નાશ થયો છે, પરંતુ આત્માના અસંખ્ય પ્રદેશો ગમે તે ભવમાં તે હતો ત્યારે જેટલા હતા તેટલાને તેટલા જ રહે છે. આમ, મેરુપર્વત જે તેની સુવર્ણમય ભૂમિથી સુશોભિત છે તે સ્વયં જડ છે અને તેની સુવર્ણમય ભૂમિ પણ જડ છે. સમસ્ત લોકના પર્વતોમાં તે સૌથી ઉત્તમ અને અડોલ પર્વત છે. માણસ પાસે સો, બસો કે હજાર તોલા સોનું હોય તો તેનો કેટલો મહિમા હોય છે! અને તેની તુલનામાં આખા સુવર્ણના કરોડો ટન મેરુપર્વતની તુલના કે મહિમા કલ્પનામાં પણ ન આવી શકે તેટલો મોટો છે! અને છતાં તે પર્વતની સમસ્ત સંપત્તિનું મૂલ્ય પરમાત્માના કેવળજ્ઞાનરૂપી મેરુ પાસે એક તણખલાથી પણ ઓછુંછે!
મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે”.....
મેરુપર્વત વિશે હવે વિશેષ વિચારણા કરીએ તો એમ પણ કહેવાય છે કે પ્રલયકાળનો ઝંઝાવાતી પવન કે ભૂકંપ જગતના કોઈપણ પર્વતને હચમચાવી શકે છે. તેના ગિરશિખરોને કે તેના કોઈપણ ભાગને તોડી-ફોડી શકે છે. પરંતુ મેરુપર્વત તો અડોલ છે. અચલ છે. તે એટલો બધો સ્થિર અને અકંપ છે કે તેને જગતની કોઈ સત્તા કે શક્તિ ડોલાવી શક્તા નથી કે કંપાવી શકતા નથી. માનવીના મનની યાત્રા સ્થૂળભૂમિકામાં જ્યાં સુધી તે સંસારના પદાર્થોમાં રસ ધરાવે છે અને જ્યાં સુધી તે ભવભ્રમણમાં ભટકે છે ત્યાં સુધી તેનું મન અસ્થિર અને ડોલાયમાન છે. પરંતુ આ જ માનવી જ્યારે અંતર્મુખ થાય, આત્માના સ્વભાવમાં રમણતા કરે, પોતાની સ્વાધીન દશાનો અનુભવ કરે અને એમ આગળ વધતો--વધતો અતીન્દ્રિય આનંદના સરોવરમાં સ્નાન કરે ત્યારે તેનું મન આત્મદ્રવ્ય ઉપર સંપૂર્ણપણે એકાકાર હોવાથી તે અકંપ અને અડોલ હોય છે. ત્રણેય લોકની અંદર કોઈ સત્તા કે શક્તિ તેને તેની નિર્વિકલ્પ દશામાં ડોલાવી શકતી નથી, અને આવા રસાસ્વાદનો અનુભવ જેણે કર્યો હોય છે તેમના શ્રીમુખેથી કોઈ વખત જ્યારે નીચે જણાવી છે તે પંક્તિ સરી પડે ત્યારે જ તે કેવા અતીન્દ્રિય આનંદમાં હશે તેનો જગતને પરિચય થાય છે. એક ભજનમાં ગંગાસતી એમ જણાવે છે કે :
66
મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે, મરને ભાંગી પડે બ્રહ્માંડ રે
આ પંક્તિઓ દ્વારા તેઓ જણાવે છે કે આખા બ્રહ્માંડનો નાશ થાય, મેરુપર્વત ચલાયમાન થાય પણ જેનો આત્મા અકંપ ને અડોલ રહે છે, પરમાત્મામાં પૂર્ણ સમર્પિત રહે છે અથવા પરમાત્મદશામાં તલ્લીન રહે છે તે જ For (૧ ૨૭)ersonal Use Only
www.jainelibrary.org
Jain Education International
33