________________
રાજાની આ ચિંતાને ચતુરાઈપૂર્વક પ્રધાનમંત્રીએ સભાસમક્ષ રજૂ કરી અને તેમણે એમ પ્રશ્ન કર્યો કે, “આપણા રાજાજીને ત્યાં પુત્ર જન્મ થશે કે પુત્રી તેનો જવાબ સભામાંથી કોઈ પણ સભાજન આપી શકે છે.” સભામાં મન છવાયું. સહુએકબીજાના મોં જોવા લાગ્યા. કોણ જાણે કેમ પરંતુ ભરી સભામાંથી પ્રત્યુત્તર નહીં મળતા રાજાએ ફરમાન કર્યું કે, “જો ૨૪ કલાકમાં આનો સાચોઉત્તર નહીં આપી શકે તો પંડિતો, વિદ્વાનો અને જ્યોતિષીઓને દેશનિકાલની સજા થશે.”
ખૂબ મૂંઝાયેલા સભાજનો છેવટે નગરમાં રહેતા એક મહાજ્ઞાની જૈન મુનિ પાસે ગયા, અને પોતાની મૂંઝવણ જણાવી. મુનિશ્રીએ સૌને સાંત્વના આપ્યું અને ખાત્રી આપી કે, “આવતી કાલે તેઓ પોતે સભામાં આવીને રાજાના પ્રશ્નનો ઉત્તર આપશે.” આથી, સહુ ખુશ થયા અને પોતપોતાના ઘરે ગયા.
તે જ દિવસે રાત્રે શ્રીભક્તામર સ્તોત્રના ૨૦ શ્લોકની વિધિવત્ આરાધનાકરી મુનિશ્રીએ શાસનદેવી પાસેથી આ પ્રશ્નનો સાચો ઉત્તર મેળવી લીધો અને બીજે દિવસે સભામાં હાજર રહી રાજાને જણાવ્યું કે “હે રાજનું! આજથી બારમા દિવસે દેવકુમાર જેવા પુત્રરત્નનો આપને ત્યાં જન્મ થશે અને તે જ દિવસે આપના હાથીખાનામાં રહેલ “પટ્ટહસ્તી' નામના હાથીનું અવસાન થશે.” રાજાનું ચિત્ત પ્રસન્ન થયું. આખું નગર આતુરતાપૂર્વક આ આગાહી સાચી જ પડશે તેમ માની આનંદમાં આવી ગયું. રાજાએ પણ પુત્ર જન્મની ખુશાલીની તૈયારી કરવા માંડી. અને ખરેખર “મુનિશ્રી' એ કહ્યું હતું તે મુજબ બારમા દિવસે રાણીએ દેવરત્ન જેવાપુત્રને જન્મ આપ્યો અને પટ્ટહસ્તી નામના હાથીનું અવસાન થયું.
આ પ્રમાણે આગાહી સાચી પડતાં સમસ્ત નગરજનોનો અને રાજાનો પૂજ્યભાવ “મુનિશ્રી તરફ ખૂબ વધ્યો. જૈનધર્મ તરફ પણ અહોભાવ વધ્યો અને કોઈએ જૈન ધર્મ અંગીકાર કર્યો ને શ્રીભક્તામરસ્તોત્રની ભાવપૂર્વક આરાધના શરૂ કરી.
સંતપુરુષોના ચરણની સેવા કરવાથી અને સંતોના સમાગમમાં રહેવાથી ક્રોધ-માન જેવા કષાયો ક્રમે ક્રમે ઉપશાંત થઈ ચિત્ત નિર્મળ અવસ્થાને ધારણ કરે છે.
શ્લોક નં. ૨૧ ની વાર્તા
जैनं जयति शासनम् ગુજરાત રાજ્યમાં સુંદરપુર નામે એક ગામ હતું. ર ગામમાં એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
(૧૮ ૨)
www.jainelibrary.org