________________
લાભ પોતપોતાની ક્ષમતા અને પુરુષાર્થ પ્રમાણે ચારે ગતિના જીવ લેતા હોય છે.
અહી સૂક્ષ્મ વિચારણા કરીએ તો એમ પણ વિચારી શકાય કે પુષ્પ જેવી કોમળતા, પુષ્પ જેવો પ્રેમપૂર્ણ સ્વભાવ, પુષ્પ જેવું પરમાત્મા પ્રત્યેનું સમર્પણ જીવમાં પ્રગટે ત્યારે પરમાત્મપદની યાત્રાનો આરંભ થયો ગણાય. ભગવાન મહાવીર સ્વામીના સત્તાવીસ ભવમાં પહેલો ભવ નૌશાર નો હતો. તેમાં તેમને ઋજુ સ્વભાવી, કોમળ હૃદયવાળા અને ન્યાય પરાયણ જણાવ્યા છે. જેને આત્મ કલ્યાણ સાધવું છે, જેને માર્ગની પ્રાપ્તિ જોઈએ છે તેને આ વાત શાંતિથી વિચારવાની જરૂર છે કે પોતાના હૃદયમાં ઋજુતા, કોમળતા અને ન્યાય પરાયણતા કેટલાં ખીલ્યાં છે? ફૂલ જેમ પ્રેમરૂપ ફોરમની વર્ષા એક સરખી રીતે બધા ઉપર કરે છે તેમ આપણો વ્યવહાર પક્ષપાત રહિત સર્વ તરફ પ્રેમપૂર્ણ છે કે સ્વાર્થના પાયા ઉપર રચાયો છે? તે અંતર્મુખ થઈને જીવ વિચારે નહીં અને પોતાની જાતે પોતાનાં સ્વપરીક્ષણમાં ઉતીર્ણ ન થાય ત્યાં સુધી માર્ગની પ્રાપ્તિ કેવી રીતે સંભવે? પુષ્પનું સમર્પણ જેવી રીતે પરમાત્મા તરફ છે તેવી રીતે આ આત્મા પરમાત્મા તરફ સમર્પિત થાય તો તેને જરૂરી માર્ગ પ્રાપ્ત થાય, માર્ગ પણ તૈયાર છે અને પરમાત્મપદ પણ તૈયાર છે. જરૂર છે અહંકાર શૂન્ય થઈમાર્ગ અને પરમાત્મપદનો યથાર્થ મહિમા લાવી તેના તરફ સમર્પિત થવાની.
આમ, આ શ્લોકમાં પુષ્પવૃષ્ટિ દ્વારા જીવનને ઉન્નત બનાવા માટે આત્મકલ્યાણનો ઉત્તમ બોધ આપેલ છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૨૦).