________________
ભક્તામર શ્લોક ૩૪ शुम्भत्प्रभावलय - भूरिविमा विभोस्ते, लोकत्रये - द्युतिमतां द्युतिमाक्षिपन्ती । प्रोद्यद् - दिवाकर -निरन्तर भूरिसंख्या, दीप्त्या जयत्यपि निशामपि सोम - सौम्याम् ।। ३४।।
ભાવાર્થ :
હે પ્રભુ, આપની આસ્થા જે અત્યંત પ્રકાશવાન તેજસ્વી, ભામંડળ છે તે સમસ્ત સંસારની કોઈપણ પ્રભાવક વસ્તુથી અધિક પ્રભાવક છે. આ ભામંડળની વિલક્ષણતા તો એ છે કે ઉદય પામતાં અનેક સૂર્યો કરતાં તે અધિક પ્રચંડ અને તેજસ્વી હોવા છતાં તે પૂર્ણિમાના ચંદ્રથી અધિક શીતળતા અને શાંતિ આપનાર છે. || ૩૪ છે.
ભામંડળનો પ્રભાવ અને રહસ્ય શ્રી ભક્તામર સ્તોત્રના ચોત્રીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે પરમાત્માની ઉપર એક દિવ્ય ભામંડળની રચના દેવો દ્વારા કરવામાં આવે છે. આ ભામંડળ પણ અષ્ટ પ્રાતિહાર્યમાંનું એક છે. તે વર્તુલ આકારે હોય છે અને અત્યંત તેજસ્વી હોય છે. સર્વ કર્મનો ક્ષય કરી શ્રી તીર્થંકર પરમાત્મા પરમ વીતરાગતા અને સર્વજ્ઞતા ને પામે છે ત્યારે સર્વકર્મ બળથી રહિત થયેલું તેમનું ઔદારિક શરીર પણ અત્યંત તેજસ્વી હોય છે. આ ભામંડળનો પ્રકાશ હજારો સૂર્યના પ્રકાશ કરતાં પણ વધુ તેજસ્વી હોય છે અને છતાં તે પ્રકાશ ઉગ્ર ગરમી વાળો કે દાહક નથી હોતો પરંતુ તેમાં પૂર્ણિમાના ચંદ્રના તેજ કરતાં પણ વધુ શીતળતા અને શાંતિ હોય છે. ભામંડળના પ્રકાશને કારણે સમવસરણમાં એક સરખો પ્રકાશ રહેતો હોવાથી દિવસ કે રાત્રિ જેવું કાંઈ હોતું નથી પરંતુ સર્વે સ્થળે, સર્વે સમયે એક સરખો તેજસ્વી શીતળ પ્રકાશ રેલાતો હોય છે. એમ કહેવાય છે કે પરમાત્માના ભામંડળ તરફ દષ્ટિપાત કરી જીવો પોતાના ત્રણ પૂર્વ ભવનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અને વર્તમાન ભવનાં જ્ઞાન ઉપરાંત ભવિષ્યના ત્રણ ભવનું જ્ઞાન પણ તેમને તે ભામંડળના દર્શન કરતાં જણાય છે.
આ પુસ્તકમાં આપણે અગાઉ વેશ્યાઓની વાત કરેલી છે. છ લેગ્યામાં શુક્લ ધ્યાનમાં રમણતા કરતાં જ્ઞાનની આસપાસ પણ તેજોમાહિ શુક્લ લશ્યાનું વર્તુળ રચાતું હોય છે. અહીં તો શ્રી તીર્થંકર પરમાત્માના ભામંડળની વાત છે
For Private & Personal Use Only
(૨ ૨૧)
Jain Education International
www.jainelibrary.org