________________
સમન્વય કરી સમજાવાની કોશિશ કે ઇશારો કરવામાં આવેલ છે.
આત્માને પોતાને પોતાના સ્વાનુભવના બળ ઉપર જ્યારે સંસારના પદાર્થો સર્વથા નીરસ જણાય અને સંસારમાં કોઈ પ્રકારે લેશ માત્ર પણ સુખ ના જણાય ત્યારે તે સંસાર તરફની બહિર્મુખતાને છોડી સાચા સુખની શોધમાં અંતર્મુખ થાય છે. તેની અંતર્મુખતાની આ યાત્રા આત્મજ્ઞાનની સાધના છે. તેને જેમ જેમ આત્માની અંદર આનંદ અને શાંતિનુ વેદના થાય છે તેમ તેમ તે નિરંતર તેમાં ને તેમાં પોતાના ઉપયોગ અને પરિણામને જોડે છે. રત્નત્રયીની આરાધનામાં આ રીતે આગળ વધતો સાધક આત્માના અપૂર્વ સુખ અને ગુણોના પરિચયમાં આવે છે. અને ઉગ્ર પુરુષાર્થ દ્વારા જ્યારે તે પરમપદને પામે છે ત્યારે તેને પ્રકાશ કઈ રીતે સૂર્ય કરતાં વધુ તેજસ્વી અને ચંદ્ર કરતાં વધુ શીતળ હોય છે તેની અનુભૂતિ થાય છે. આ અને આ પ્રકારના બીજા અનુભવો મોક્ષમાર્ગના સાધકને થતા જ રહે છે. આત્માના અનંતાગુણોમાં તે ગુણો પ્રગટ થતા તેનો તેને વિશિષ્ટ અનુભવ થાય છે. આ બધા ગુણો વર્ણન કરી શકાય તેવા હોતા નથી. આમ આત્મજ્ઞાની પરમપદને પામે ત્યારે ઇન્દ્રિયાતીત અનુભવોમાં તે સઘળાં રહસ્યોને જાણી લે છે અને આત્માના સ્વપરપ્રકાશક સ્વભાવનું પૂર્ણજ્ઞાન થઈ સર્વકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામે છે ત્યારે તેની આસપાસ પણ વિશિષ્ટ પ્રકારનું આભામંડળ રચાતું હોય છે. આમ, આ શ્લોકમાં તીર્થંકર પરમાત્માના ભામંડળ દ્વારા આત્મજ્ઞાનનો વિશિષ્ટ બોધ પ્રાપ્ત થાય છે.
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only
(૨૨૩).