Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 239
________________ ભક્તામર શ્લોક ૩૫ स्वर्गापवर्गगम - मार्ग -विमार्गणेष्ट : सद्धर्मतत्वकथनैक - पदुरित्रलोकया । दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व - भाषास्वभाव - परिणामगुणैः प्रयोज्य: ॥३५।। ભાવાર્થ : હે ભગવાન, આપનો દિવ્ય ધ્વનિ પ્રત્યેક જીવોને સ્વર્ગ અને મોક્ષનો માર્ગ બતાવે છે. સમસ્ત પ્રાણીઓને સત્ય ધર્મનું રહસ્ય સમજાવે છે. આપની વાણી ઘણી અર્થગંભીર હોવા છતાં ખૂબ જ સ્પષ્ટ છે અને તેને જગતના દરેક જીવો (ત વાણી) પોત પોતાની ભાષાને અનુરૂપ તે પરિણમતી હોવાથી દરેક સમજી શકે છે. રૂપા દિવ્ય ધ્વનિ વિશે વિચારણા શ્રી ભક્તામર સ્તોત્રના પાંત્રીસમા શ્લોકમાં પરમાત્માના દિવ્ય ધ્વનિ અને ઉપદેશની વાત આવે છે. સમવસરણની અંદર ચારે ગતિના જીવો બિરાજમાન હોય છે અને પરમાત્માનો ઉપદેશ કોઈપણ પ્રકારની ઇચ્છા વિના આત્માનો સ્વભાવ સ્વયં કરુણાશીલ હોવાને કારણે કરુણા તે આત્માના અનેક ગુણો પૈકી એક છે.) પરમાત્માની દિવ્ય દેશના ‘ૐ’ ના દિવ્ય ધ્વનિ દ્વારા નીકળતી રહે છે. અહીં એમ પણ કહેવાયું છે કે દરેક જીવ પોતપોતાની ભાષામાં પરમાત્માના બોધને ગ્રહણ કરી લે છે. એમ કહેવાય છે કે પરમાત્માની વાણી સવારે, બપોરે, સાંજે અને રાત્રે સહજપણે દેશનારૂપે નીકળતી હોય છે. ગણધર ભગવંતોએ આ વાણીને ઝીલીને તેના ઉપર વિસ્તારપૂર્વક જીવોને સમજણ આપવા દ્વાદશાંગીની રચના કરી છે. દિવ્ય ધ્વનિનું અર્થઘટન સહુ પોતાની ક્ષમતા પ્રમાણે કરે છે. આ શ્લોક દ્વારા અર્થગંભીર અને રહસ્યપૂર્ણ બોધ આપણને પ્રાપ્ત થાય છે. સૌથી પ્રથમ તો એ વાત આવે છે કે પરમાત્માની વાણી ફક્ત ૩કારના દિવ્ય ધ્વનિ દ્વારા નીકળતી રહેછે છતાં તે વાણી દ્વારા જગતના દરેક જીવો પોતપોતાની ભાષામાં જે ઉપદેશ અપાય છે તેને સમજી શકે છે. જો કે પરમાત્માના દિવ્ય For Private & Personal Use Only (૨ ૨૪) Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244