Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 234
________________ પુષ્પનો જીવન સંદેશા પરમાત્માની દેશના વખતે જે પુષ્પવૃષ્ટિ થાય છે તે પુષ્યોના મુખ ઉપરની તરફ રહેલા હોય છે, તે એમ સૂચવે છે કે દેવ નિર્મિત હોવા છતાં આ પુષ્પો આકાશમાંથે. જ્યારે વર્ષે છે ત્યારે અધોમુખ થી પરમાત્માની વાણીનો અનાદર નથી કરતાં પરંતુ ઊર્ધ્વ મુખે આકાશમાંથી વરસતા-વરસતા તેમની વૃષ્ટિ ધર્મસભામાં જે રીતે થાય છે તે એમ સૂચવે છે કે આ પુષ્પ પણ પરમાત્માની દિવ્યવાણી સાંભળતા-સાંભળતા ચારે ગતિના જીવ તરફ જાણે કે પ્રેમ વર્ષા કરી રહ્યા છે. આ પુખો દિવ્ય છે અલૌકિક છે. નેત્રહારી છે. રંગબેરંગી છે. તે અતિશય કોમળ અને સ્વાભાવિક રીતે જ અલ્પ આયુષ્યવાળા છે. આકાશમાંથી વરસતા આ પુષ્પો એમ બોધ આપે છે કે અમારું જીવન ક્ષણિક હોવા છતાં અમે પ્રેમપૂર્ણ છીએ. હે જીવો, તમારા ઉપર અમે પ્રેમની વૃષ્ટિ કરીએ છીએ. અને પરમાત્માને સમર્પિત થયેલાં એવા અમે તમને એમ વિનંતી કરીએ છીએ કે તમે પણ પ્રેમપૂર્ણ બની જગતમાં સર્વે જીવો તરફ પ્રેમપૂર્ણ વહેવાર કરો. આયુષ્ય લાંબુ હોય કે ટૂંકું પ્રેમ ભરપૂર જીવન જીવો. અમારી જેમ પ્રેમમાં ડૂબો અને સૌને પ્રેમમાં ડૂબાડો અને પરમાત્માને સમર્પિત થાવ તો આત્માના સાચા પ્રેમ અને શાશ્વત શાંતિનો અનુભવ થશે. પુષ્પો અત્યંત કોમળ હોય છે. તે દરેક જીવોને જાણે કે સર્વ પ્રત્યે કોમળતા ધારણ કરવાનો બોધ આપે છે. વિવિધરંગી મનોહર પુષ્પો મનને પ્રસન્ન કરે તેવી વિવિધ પ્રકારની સુગંધવાળા હોય છે. તે એમ સૂચવે છે કે પુખનો સ્વભાવ સુગંધ પ્રસરાવવાનો છે. સુગંધનો ઉપભોગ કે લાભ રસ્તેથી પસાર થતો દુરાચારી લે, સંત લે, કે રાજા લે, ગમે તે તેની સુગંધનો લાભ લે કે કોઈપણ તે રસ્તેથી પસાર ના થાય અને કોઈ જ સુગંધનો લાભ ના લે તો પણ પુષ્પ સુગંધ પ્રસરાવ્યા કરે છે. કોઈના પસાર થવાથી કે ન થવાથી ફૂલ ફોરમ આપતું અટકી જતું નથી. આકાશમાંથી થતી પુષ્પવૃષ્ટિ પણ આ જ પ્રકારે કોઈપણ જાતના ભેદભાવ સિવાય એક જ સરખી થઈ રહી છે. તટસ્થ સ્વ-નિરીક્ષણ ઉન્નતિની પ્રથમ શરત છે. અહીં એમ પણ જણાવ્યું છે કે પરમાત્માની વાણી વહેતી હોય ત્યારે જાણે કે ફૂલ ઝરતાં હોય તેવું જણાય છે. પરમાત્માની વાણીના ધ્વનિના સૂરને એક પ્રકારના પુખની વર્ષા થતી હોય તેમ જણાવ્યું છે. અહીં એમ અભિપ્રેત છે કે પરમાત્માની વાણી એક સરખી રીતે એક સરખી કરુણા સાથે દેશના સાંભળનાર સર્વે જીવો તરફ ભાવ સાથે, કરુણા સાથે તે દિવ્ય ધ્વનિ નીકળતો હોવાથી તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org (૨૧૯)

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244