________________
સમવસરણમાં દુંદુભીનાદ દ્વારા જવાનું મને નિમંત્રણ મળ્યું હોત તો મારું કલ્યાણ થઈ જાત. હવે તો આ કાળમાં આવો નાદ ક્યાંથી સાંભળવા મળે? હવે ભરતક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા જ હાલ નથી તેથી આપણા કલ્યાણનો માર્ગ હવે કેમ મળે? આ અને આવા વિચારો કરતા જીવન માટે પિંડે સો બ્રહ્માંડની વાત કરી છે. વર્તમાનમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પરમાત્મા બિરાજમાન છે. પોતાના આત્મપુરુષાર્થ દ્વારા અહીંથી મૃત્યુ પામીને આત્મા
ત્યાં જઈને પરમાત્માના સમવસરણમાં બિરાજી યથાર્થ પુરુષાર્થ દ્વારા કેવળજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. આ બ્રહ્માંડમાં જેટલા જીવ-અજીવ તત્ત્વ અને ચારગતિના જીવ અને તેના અર્થાત્ બ્રહ્માંડના જે રહસ્ય રહેલા છે તેવા જ રહસ્યો અને સંસ્કારી અનંતકાળથી ભવભ્રમણ કરતા જીવની સાથે રહેલા છે. જે રીતે સમવસરણમાં દેવોએ દુંદુભીનાદ દશે દિશામાં પ્રસરાવ્યો છે. તે રીતે જીવ
જ્યારથી જન્મમરણના ફેરા કરે છે. તેની પહેલી ક્ષણથી આત્માની અંદર આત્મનાદનું ગુંજન નિરંતર અને સતત રહેલું છે. આ નાદને સાંભળવાનો પુરુષાર્થ જે જે જીવો એ કર્યો છે તેઓ બહિંમુક્ત થઈ સહજપણે વિમુખ થઈ અંતર્મુખ થયા છે. અને તે દિવ્યનાદનું શ્રવણ કરતા-કરતા અંતર્મુખતા આગળ વધીને તેમને આત્મામાંથી પરમાત્મપદ સુધી લઈ ગઈ છે, લઈ જાય છે અને લઈ જશે. આત્માના આ દુંદુભી નાદ તરફ જે ઉપેક્ષા કરે છે અથવા પ્રમાદ વશ તેના તરફ જે બેધ્યાન રહે છે અથવા મિથ્યાત્વને કારણે તેનો સ્વીકાર કરતા નથી કે પ્રગાઢ મોહ નિંદ્રા કે મૂછને કારણે જે નાદને તે સાંભળતા જ નથી તે પોતાનું આત્મ કલ્યાણ સાધી શકતા નથી.
આમ, પરમાત્માના અષ્ટપ્રાતિહાર્ય પૈકી આ પ્રાતિહાર્ય દ્વારા, દુંદુભીના નાદ દ્વારા જીવોને જાણે સતત એમ સૂચના મળતી હોય કે “જાગો-જાગો” એમ પ્રતિપાદિત થાય છે. આમ, આ શ્લોક દ્વારા પણ આત્મજાગૃતિ માટેનો એક પડકાર આત્માને સમયે-સમયે થતો હોય તેમ જણાય છે. આ પડકારને સાંભળી અને આત્મકલ્યાણ કરવું કે મિથ્યાત્વમાં ડૂબેલા રહેવું તે તો જીવ ના સવળા કે અવળા પુરુષાર્થ ઉપર નિર્ભર રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
" (ર૧૭)