________________
અહીં રહસ્ય એ છે કે પ્રભુના પુણ્યના અતિશય એવો આવો નાદ દશે દિશાઓમાં ગાજતો હોવા છતાં જે પ્રાણીઓ પ્રગાઢ મોહનિદ્રામાં ડૂબેલા હોય કે તેના કાને આ ધ્વનિ પડતો નથી અને નિદ્રામાં કદાચિત પડખું બદલવારૂપ જાગૃતિની તે તંદ્રાની થોડીક ક્ષણો આવી જાય તો પણ પ્રાણી આ દિવ્યધ્વનિને સાંભળ્યા ન સાંભળ્યા બરાબર કરી હાથમાં આવેલી અણમોલ તકને ચૂકી જાય છે. એક કવિએ એમ કહ્યું છે કે :
સમયનીએ જ સરતી પળને તક કહે છે સૌ,
સુભાગી જેને ઝડપે છે દુર્ભાગી વિચારે છે.” ઉપરના શ્લોકના અનુસંધાનમાં આ પંક્તિ દ્વારા એમ કહી શકાય કે પ્રગાઢ મોહનિદ્રામાં સૂતેલ જીવ કાં દુંદુભીનાદ સાંભળતો નથી, કાં સાંભળવાનો અણસાર જણાય તો પણ પ્રમાદને વશ થઈ સમવસરણમાં જતો નથી. એથી પણ આગળ વધીને એમ કહી શકાય કેમિથ્યાત્વમાં ડૂબેલો જીવ આદુંદુભીનાદને સાંભળતો હોવા છતાં તેની પોતાની ખોટી પકડને કારણે તે દુર્ભાગી છે કે તે પ્રભુના સમવસરણમાં જવાની તક ઝડપી શકતો નથી કેમકે સાંભળવા છતાં મિથ્યાત્વને કારણે તેને મિથ્યા અર્થાતુ ખોટા વિચાર આવે છે તેથી દુંદભીનાદ તરફ તે લક્ષ આપતો નથી કે ત્યાં જતો નથી. પરંતુ કેટલાક સુભાગીજીવો જેને પ્રભુ સ્મરણમાં પ્રીતિ છે, જેને આત્મરુચિ છે, તે આવો દિવ્યનાદ સાંભળતા તેના મહત્ત્વને સમજી લઈ આવેલી તકને ઝડપી લઈ સીધા પ્રભુના સમવસરણ તરફ જવા ચાલી નીકળે છે.
આમ આ સંસારમાં પ્રગાઢ મોહ નિંદ્રાવાળા જીવો છે. મિથ્યાત્વવાળા જીવો છે. અને સમ્યફ પુરુષાર્થ કરતા જીવો છે. તેમાં જેનો સમ્યફ પુરુષાર્થ હોય છે, તેવા જીવો દશે દિશામાં ગુંજતા દુંદુભીના આ અત્યંત પ્રલોભનકારી નાદને સાંભળીને મુરલીના નાદથી જેમ સાપ ડોલી ઉઠે તે રીતે પોતાના માટે મહાકલ્યાણકારી, મંગલકારી પળ આવી છે તેમ સમજી પરમાત્માન સમવસરણ તરફ પ્રયાણ કરે છે. આત્મનાદ સાંભળી અહીંથી પણ શ્રી સીમંધરસ્વામીના
સમવસરણમાં જઈ શકાય છે. આ શ્લોકનું બીજુ રહસ્યપૂર્ણ અર્થઘટન એમ પણ થઈ શકે છે કે બ્રહ્માંડની અંદર જે સમસ્ત વિભિન્ન તત્ત્વો રહેલા છે; તે એક યા બીજી રીતે દેહધારી મનુષ્યના પિંડમાં પણ રહેલા છે. તેથી જ એમ કહેવત પડી છે કે, “જો પિંડે સો બ્રહ્માંડે” આ સંદર્ભમાં વર્તમાનમાં જો કોઈ જીવ એમ વિચારે કે પરમાત્માના
Jain Education International
For Priyate & Personal Use Only
www.jainelibrary.org