________________
ભક્તામર શ્લોક ૩૩
-
મન્તાર – સુન્દર - નમેરુ - સુરિનાત सन्ताकादिकुसुमोत्कर वृष्टिरुद्धा | ગન્ધોવિન્દ્ર - શુમમત્વ - મરુદ્રપાતા, વિધ્યા વિવઃ પતિ તે વવમાં તિર્વા રૂા
–
ભાવાર્થ :
હે પ્રભુ, આપના સમવસરણમાં દેવો જ્યારે પારિજાત આદિ વિવિધ દિવ્યવૃક્ષોના સુગંધી પુષ્પોની આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે મંદ-મંદ પવન સાથેની આ પુષ્પવૃષ્ટિ આપના શ્રીમુખેથી વચનરૂપે દિવ્ય પુષ્પો વર્ષાવી રહ્યા છે.
શ્રી ભક્તામર સ્તોત્રના તેત્રીસમા શ્લોકમાં એમ જણાવ્યુંછે કે પરમાત્મા જ્યારે દેશના આપે છે અને સમવસરણમાં ગણધર ભગવંતો, સાધુ-સાધ્વી અને ચારેગતિના જીવો જ્યારે આ દેશના સાંભળતા હોય છે ત્યારે દેવો દ્વારા આકાશમાંથી અતિસુંદર, મનોહર વિવિધ પ્રકારનાં પુષ્પોની વૃષ્ટિ થતી રહે છે. શીતલ સુગંધી વાયુ વાતો હોય છે. એક તરફ પુષ્પ વૃષ્ટિ હોય છે તો બીજી તરફ પરમાત્માના મુખમાંથી ધ્વનિ દ્વારા જે ઉપદેશ વહે છે તે જાણે દિવ્ય પ્રકારના ફૂલો રૂપીવાણી નિર્ઝરતી હોય તેમ જણાય છે. પુષ્પવૃષ્ટિ થાય છે ત્યારે પુષ્પના મુખ હંમેશા ઉપરની તરફ રહેલાં હોય છે તે તેની વિશિષ્ટતા છે.
Jain Education International
અનેરી શાંતિનો અનુભવ
આ શ્લોક દ્વારા આપણને વિશેષ પ્રકારનો બોધ પ્રાપ્ત થાય છે. આપણો બધાનો સ્વાનુભવ છે કે વાતાવરણ શાંત અને સુંદર હોય, પ્રાકૃતિક સ્થળ હોય અને મંદ-મંદ ઠંડો પવન વાતો હોય ત્યારે આપણે અનેરી શાંતિનો અનુભવ કરીએ છીએ. અહીં પણ એ રીતે ઘટાવી શકાય કે પરમાત્માના સમવસરણમાં બિરાજેલા ચારેગતિના જીવો શીતળ મંદ સુગંધી વાયુના કારણે તેમજ સવસરણમાં થતાં દર્શનને કારણે પૂર્વે કદી ના અનુભવી હોય તેવી શાંતિ અને સમતાનો અનુભવ કરે છે. આ શાંતિ અને સમતા તેમનામાં રહેલા જાતિ વૈરના સ્વભાવને પણ તે સમયે શાંત કરી દે છે. આ એક જબરજસ્ત ચમત્કાર છે. અને આ રીતે મંદ પવન વાતો હોય છે ત્યારે તેઓ શાંત અને એકાગ્ર ચિત્ત હોવ થી દેશનાના રસાસ્વાદમાં નિમગ્ન થાય છે.
For Private & Personal Use Only
(૨૧૮)
www.jainelibrary.org