Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 230
________________ પરિશિષ્ટ ૧ શ્રી ભક્તામર સ્તોત્રના અન્ય ચાર શ્લોકનું વિવેચન ભક્તામર શ્લોક ૩૨ गम्भीरतार - स्वपूरित - दिग्विभाग - स्त्रैलोक्यलोक - शुभसंगमभूतिदक्षः । सद्धर्मराज - जयघोषण - घोषक: सन् , ख्खे दुन्दुभिर्ध्वनति ते यशसः प्रवादी ।।३२।। ભાવાર્થ : હે પ્રભુ, તમે જ્યારે સમવસરણમાં બિરાજો છો ત્યારે દેવો આકાશમાં દુંદુભી વગાડે છે. તેનો ગંભીર નાદ દશે દિશાઓમાં ગુંજી ઊઠે છે. દુંદુભીનો આ અવાજ ત્રણેય લોકના પ્રાણીઓને આહ્વાન કરીને કહે છે કે હે પ્રાણીઓ, અહીં આવો અને સાચા કલ્યાણને પ્રાપ્ત કરો. વળી આપ દ્વારા સધર્મની જે પ્રરુપણા થાય છે તેનો જય-જયકાર પણ બધી જ દિશામાં ગુંજી ઊઠે છે. દુંદુભી નાદનું કારણ શ્રી ભક્તામર સ્તોત્રના બત્રીસમા શ્લોકમાં એમ જણાવાયું છે કે સમવસરણમાં પ્રભુ બિરાજે છે ત્યારે દેવો આકાશમાં દુંદુભીનો નાદ કરે છે જે દશે દિશાઓમાં પ્રસરી જાય છે. આ નાદ દ્વારા દેવો પ્રભુનો જય-જયકાર કરે છે. તેમની વીતરાગતા અને સર્વજ્ઞતાની આ ધ્વનિ દ્વારા ઘોષણા કરે છે અને ત્રણે લોકના સર્વ જીવોને ધ્વનિ દ્વારા જાણે કે નિમંત્રણ આપે છે કે જે પોતાનું કલ્યાણ ઇચછતા હોય તે સર્વે પ્રાણીઓ ભલે તે ગમે તે યોનિના હોય તો પણ આ નિમંત્રણનો સ્વીકાર કરી સમવસરણમાં પધારી શકે છે. સુભાગી અને દુર્ભાગી જીવો. પરમાત્માના અષ્ટ પ્રાતિહાર્યોમાંના આ એક પ્રાતિહાર્યછે. કેવળજ્ઞાનનો વીતરાગ પરમાત્મા જે પરમોચ્ચદશાને પામે છે તે વખતે તેમના સર્વાધિક બળવાન પુણ્યયોગને કારણે આ અતિશયોની રચના દેવો દ્વારા થતી હોય છે. દુંદુભી નાદ દ્વારા સમવસરણમાં પધારવાનું સમસ્તલોકના પ્રાણીઓને નિમંત્રણ મળે છે. (૨૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244