________________
રહ્યા હતા ત્યારે આ મંદિરની નજીક પહોંચ્યા ત્યાં સુધીમાં સંધ્યાકાળ થવાથી આગળ વિહાર કરી શકાય તેમ નહોતો તેથી, નાછૂટકે તેઓ ધર્મશાળામાં એક રાત રોકાયા. રાત્રિના સમયે ધ્યાનસ્થ મુનિને પોતાની જગ્યામાં પ્રવેશેલા જોઈ તે મિથ્યાત્વી દેવીએ તેમને વિવિધ પ્રકારે ઉપસર્ગ કરવાની કોશિશ કરી. વાઘ, સિંહ અને સર્પના જુદા-જુદા રૂપ ધારણ કરી તે તેમને હેરાન કરવા મથી પરંતુ મુનિશ્રીએ શ્રી ભક્તામર સ્તોત્રના ૨૩મા શ્લોકનું ભક્તિભાવપૂર્વક આરાધન કરતા તેમની હારે શ્રી ચક્રેશ્વરી માતા પધાર્યા. આથી, ક્રોધાવેશમાં તલવારનો ઘા કરવા ચંડિકા આગળ વધી પરંતુ ત્યાં તો ચમત્કાર થયો તેની તલવારના ટુકડેટુકડા થઈ ગયા.
શાસનદેવીના પ્રભાવ સામે મિથ્યાત્વીદેવી ચંડિકાએ હાર કબૂલી, જૈનમુનિની ક્ષમા માગી અને જૈનમુનિએ પણ તે વખતે તક જોઈ ચંડિકાદેવીને પ્રતિબોધ આપી તેના ભક્તો દ્વારા થતી હિંસાખોરી અને પશુવધ આદિ બંધ કરવા જણાવ્યું. અને બસ, તે દિવસથી દેવી ચંડિકાના મંદિરે થતો રક્તપાત અને જીવહિંસા બંધ થઈ ગયા.
જૈનમુનિની ધર્મભાવના અને જીવદયાના કારણે થતી ઘોર હિંસા બંધ થતા એક મહાન પુણ્યનું કામ થયું અને લોકોનો પણ જૈનધર્મની જીવદયા અને અહિંસા તરફ ઘણો ભાવ વધ્યો. આમ, જૈન શાસનનો મહિમા સુંદર રીતે વધ્યો.
શ્લોક નં. ૨૪-૨૫ ની વાર્તા હસવામાંથી ખસવું તે આનું નામ સૂર્યપુર નગરના રાજા અજિતસિંહ હતા. તે પ્રજાપ્રેમી રાજા હતા. હરવાફરવાના શોખીન હતા. તેમને ઘણી રાણીઓ હતી.
એક વખત વસંતઋતુમાં રાજા તેમની બધી રાણીઓ સાથે એક વિશિષ્ટ ઉદ્યાનમાં ફરવા માટે ગયો હતો. રાણીઓ માટે ખાસ બનાવેલો બગીચો હતો. રંગબેરંગી ફૂલો અને સુંદર વૃક્ષોથી તે બગીચો શોભતો હતો. વસંતમાં કોયલના કેકારવ સાથે પોતાની રાણીઓ સાથે રાજા ખૂબજ આનંદ-પ્રમોદમાં હતા. તે વખતે ખૂણામાં પડેલા એક પત્થર ઉપર મજાકમાં રાજાની એક રાણીએ પાનની પિચકારી મારી. મોજમસ્તી અને મજાકનું પૂછવું જ શું? એક રાણી એ જે પત્થર ઉપર પાનની પિચકારી મારી તેજ પત્થર ઉપર બીજી રાણીઓએ વારાફરતી પાનની પિચકારી મારી. રાણીઓ માટે હસી મજાકની વાત હતી તેમને ખબર નહોતી કે તે પત્થરમાં એક વ્યંતરનો વાસ હતો. રાણીઓની આ પ્રકારની મજાક મશ્કરીથી ક્રોધે ભરાયેલો તે વ્યંતર દરેક રાણીઓને વળગ્યો. અને પછી
For P (204)rsonal Use Only
Jain Education International
www.jainelibrary.org