________________
રાજ્યનો કારોબાર ગૃહવર્માના હાથમાં સોંપી સંસાર છોડી તેમણે દીક્ષા લીધી અને એ રીતે, પોતાના મનુષ્ય જન્મને સાર્થક કર્યો.
જીવનભર ભોગવિલાસ અને રંગરાગમાં ડૂબેલા જીવને તેની નિરર્થકતાનો સાચો અનુભવ થતો હોય છે. સાચો પસ્તાવો થતાં મહાપાપી મહાપુણ્યશાળી બને છે. રણકેતુનું પણ તેમજ બન્યું. સંસારના સુખોનો પૂરેપૂરો આસ્વાદ લીધા પછી તે જીવને જ્યારે સંસાર ખારા ઝેર જેવો લાગે ત્યારે સંસારના બંધનો આપોઆપ તૂટે છે અને મુક્તિપંથે પ્રયાણ થાય છે.
શ્લોક નં. ૪૦ ની વાર્તા દેવીને રીઝવી હિંસા બંધ કરાવી. તીરપુર નામે એક બંદર હતું. ત્યાં ધર્મપરાયણ સુશ્રાવક વિજયશેઠ રહેતા હતા. તેમનો ખૂબજ બહોળો વેપાર હતો. દેશ દેશાવરમાં તેમની ખ્યાતિ હતી. તે શ્રીભક્તામરસ્તોત્રના પરમ આરાધક હતા તેમાં પણ ૪૦મા શ્લોકની હંમેશા વિશિષ્ટ આરાધના કરતા હતા. ધર્મક્રિયામાં તેઓ ખૂબજ ચુસ્ત અને નિયમિત
હતા.
એક વખત વેપાર અર્થે ઘણા વહાણો લઈ તેઓ પરદેશ ગયા. ત્યાં તેઓ ખૂબ ધન કમાયા. ત્યાંથી ખરીદેલો નવો માલ વહાણમાં ભરી પોતાના વતન તરફ પાછા આવવા નીકળ્યા. ત્યાં સિંહલદ્વીપથી આગળ એકાએક બધા વહાણો થંભી ગયા. ખારવાઓને પૂછતા તેમણે જણાવ્યું કે, “અહીં જે દેવીનું સ્થાનક છે તેને ભોગ ધરવામાં આવે તો જ વહાણ આગળ ચાલી શકે.” વિજયશેઠ તો દયાળુ હતા અને આવી હિંસા તેમને ગમતી નહોતી. તેથી, તેજ સ્થળે તેમણે ૩ દિવસનો અઠ્ઠમનો તપ કર્યો. શ્રીભક્તામરસ્તોત્રની આરાધના અને ૪૦માં
શ્લોકની આરાધના ચાલુ રાખી જેના પ્રભાવે તે સ્થાનની વ્યંતર દેવી પોતે પ્રગટ થઈ અને હોઠની ધર્મપરાયણતાથી ખુશ થઈ તેને જે જોઈએ તે માગવા કહ્યું. ત્યારે શેઠે પ્રત્યુત્તરમાં અહિંસા ધર્મનો મર્મ જણાવી તે સ્થળે વહાણો રોકી તે નિમિત્તે થતી હિંસા બંધ કરાવવાની વિનંતી કરી. શેઠના નિર્મળ વચનથી ખુશ થયેલી દેવીએ તેમની વિનંતી સદાને માટે માન્ય કરી. આમ, ભારે હિંસા બંધ કરાવી શેઠે કાયમ માટે જીવદયા પળાવી જૈન ધર્મનો મહિમા વધાર્યો.
આમાના અનંતાગુણોમાં અહિંસા પણ એક ગુણ છે, અહિંસા પરમ ધર્મ છે. દરેકને પોતાનો જીવ વ્હાલો હોય છે. તેથી, જે જીવ જીવદયા ઉત્કૃષ્ટ રીતે પાળે છે તેનું ઉત્કૃષ્ટ કલ્યાણ થાય છે અને તે ઉત્તમ ગતિને પામે છે.
Jain Education International
For Private & Resonal Use Only
૧ પ
www.jainelibrary.org