________________
૫. શ્રી ભક્તામર મહાપૂજન વિધિ જે ભક્તને અમર બનાવે છે તે ભક્તામર
વર્તમાન કાળમાં શ્રીભક્તામર પૂજન અન્ય પૂજનોની જેમ ભણાવાય છે - જે મહાપ્રભાવક છે.
સ્તોત્રની દરેક ગાથાની અલગ અલગ તાંબાની પ્લેટ આ પૂજનમાં મૂકાય છે. એક થાળામાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાજી અને આ પ્લેટનું દરેક ગાથાના પૂજન વિધિસર રીતે અષ્ટપ્રકારી પૂજન થાય છે. દરેક પ્લેટ ઉપર ગાથા અને તે ગાથાના ઋદ્ધિ અને મંત્ર કોતરેલા હોય છે. અષ્ટપ્રકારી પૂજન કર્યા પછી શ્રી આદિનાથ ભગવાનને દરેક વખતે ફૂલની માળા ચડાવાય છે.
પૂજનમાં ધ્યાન ખેંચે છે ભૂમિ ઉપર અનાજથી તૈયાર કરેલ માંડલુ – આ માંડલુ રાયણ વૃક્ષની પ્રતિકૃતિ છે. નીચેના ભાગમાં ભગવાનની પાદુકા છે જેનું પૂજન થાળામાં ભગવાનની પાદુકા મૂકી અને માંડલામાં ૩રમી ગાથાના પૂજન વખતે કરાય છે.
શ્રી ભક્તામર પૂજનમાં રાયણવૃક્ષનું માંડલુ બનાવાય છે કારણકે પૂર્વે જે- જે તીર્થંકર પરમાત્માઓ ગિરિરાજ પર પધાર્યા તે સર્વ રાયણવૃક્ષની નીચે જ સમવસર્યા છે અને ભવિષ્યમાં જે તીર્થંકર પરમાત્માઓ ગિરિરાજ પર પધારશે તે રાયણ વૃક્ષની નીચે જ સમવસરશે. આ રાયણ વૃક્ષનો સંપૂર્ણ મહિમા સમજાવવા માટે અલગ સ્વતંત્ર લેખ લખવો પડે. અત્રે પ્રસંગાનુસાર નોંધ લીધી
પૂજનની શરૂઆત કરતાં સૌ આરાધકોને ૧૨ નવકાર ગણવાનું કહેવાય છે. તે પછી શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિને “અહંન્તો ભગવંતો' ની સ્તુતિ બોલાવાય છે.
સ્તુતિ કર્યા બાદ શ્રી આદિનાથ પ્રભુનું સ્તોત્ર કે મહાપ્રભાવિક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું સ્તોત્ર (કિ કપુરમય....) બોલાય છે. નીચે દર્શાવેલ છે પદો સમૂહમાં ત્રણ વાર બોલાવાય છે.
| છે હૈં નમો અરિહંતi | | 30 ઈં નમો સિધ્ધUT | | || 30 હૈં નમો મારિચાઈi || છે ! હ્રીં નમો ઉવાયાdi | | 30 હૈ નમો નોસવ્વસાહૂi || 30 é શ્રી બદ્રિનાથાય નમઃ |
For Private & Personal Use Only
(૨૧૧)
Jain Education International
www.jainelibrary.org