________________
રણધીર નામે હતો. તે અજમેર પાસે આવેલા પલાશપુર નગરનો વહીવટ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. રણધીર જૈનધર્મી હતો. અને શ્રી ભક્તામરસ્તોત્રનો આરાધક હતો. અજમેરના મજબૂત કિલ્લાને તોડવા દીલ્હીનો બાદશાહ ઘણી વાર લશ્કર મોકલતો પરંતુ બહાદુર રણધીર પલાશપુર પાસેથી જ તેને હરાવી પાછો મોકલી દેતો. આથી, ક્રોધે ભરાયેલા બાદશાહે એક વખત જંગી લશ્કર સાથે સીધી પલાશપુર ઉપર ચડાઈ કરી અને ત્યાંના સૈન્યને હરાવી રણધીરને કેદ કરી દિલહી લઈ ગયો.
બાદશાહે જેલની તોતીંગ દિવાલો પાછળ રણધીરને જંજીરોથી જકડી પૂરી દીધો. ત્યાં રણધીરે શ્રીભક્તામર સ્તોત્રનું આરાધન કરતા તે સઘળા બંધનથી મુક્ત થયો. તેની બેડીઓ તડાતડ તૂટી ગઈ. આ વાત બાદશાહે જાણતાં તેને બીજીવાર બેડીઓ પહેરાવી ફરી કેદમાં પૂરી દીધો. ફરીવાર એ જ ભક્તિથી મંત્ર આરાધન કરતા બીજીવાર પણ બેડીઓ તૂટી ગઈ. આ ચમત્કારની બાદશાહને જાણ થતાં તેમણે તેને માનભેર કેદમાંથી મુક્ત કરી પલાશપુર પાછો મોકલ્યો તેથી પિતા અને અજમેરના રાજા નરપાળને તેમજ પલાશપુર અને અજમેરના નગરજનોને અત્યંત આનંદ થયો. બંને નગરમાં તેના ઉત્સવ ઉજવાયા. જૈન ધર્મનો પ્રભાવ વધ્યો અને તેનો જય-જયકાર થયો.
જે ભક્તિવંત જીવો પરમાત્માના શરણમાં સમર્પિત થઈ પ્રભુએ ચીધેલા માર્ગે ચાલે છે અને તેમના ગુણોને પોતાના હૃદયમાં પ્રગટ કરે છે તેઓ, લોખંડી જંજીરો કરતાં કરોડો ગણી બળવાન કર્મની બેડીઓને તોડી મુક્તિમાર્ગના આરાધક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૯૭)