________________
બ્લોક નં. ૪૧ ની વાર્તા
આપકર્મી કે બાપકર્મી કૌશાંબી નગરીના રાજા જયશેખરને વિમળા નામે ગુણવાન રાણી હતી. તેનાથી વિજયસિંહ નામે બુદ્ધિશાળી પુત્ર પ્રાપ્ત થયો. દૈવયોગે વિજયસિંહ નાનો હતો ત્યારે વિમળારાણીનું અવસાન થતાં કમળા નામની બીજી રાણી સાથે લગ્ન કર્યું. તેનાથી તેને એક પુત્ર થયો. સાવકી માતાને વિજયસિંહની ચતુરાઈ અને બુદ્ધિની અદેખાઈ થતી. એવામાં એકવાર શત્રુઓ ઉપર વિજય મેળવવા જયશેખર સેના સાથે બહાર જુદા-જુદા પ્રદેશો જીતવા નીકળ્યા. તેમની, ગેરહાજરીમાં સાવકીમાતાએ ભોજનમાં ખાસ પ્રકારની ઔષધિઓ ખવડાવવાથી વિજયસિંહને જલોદરનો મહાન વ્યાધિ થયો. સાવકી માના આવા ખરાબ કામની વિજયસિંહને ગંધ આવી જતા તે નગરછોડીને ફરતો-ફરતો હસ્તિનાપુર શહેરમાં આવી ચડ્યો.
હસ્તિનાપુરમાં એક ધર્મશાળામાં તે રહેતો હતો ત્યાં આવી પહોચેલા એક જૈનમુનિને પોતાના સઘળા દુઃખની વાત કરતાં તે દયાળુ મુનિએ શ્રીભક્તામર સ્તોત્રના ૪૧મા શ્લોકની વિધિવત્ આરાધના શીખવી. તે નગરના રાજાને ત્રણ પુત્રીઓ હતી. તેમાં શીલવતી નામની ત્રીજી પુત્રીએ રાજાને એક પ્રત્યુત્તરમાં પોતે આપકર્મી હોવાનું જણાવતાં તેના પર ક્રોધે ભરાઈ નગરમાંથી મહારોગી એવા વિજયસિંહને શોધી કાઢી તેની સાથે શીલવતીને પરણાવી દીધી.
શીલવતી ધર્મિષ્ઠ હતી. પતિની સારી સેવા કરતી હતી. ફરીથી એક વખત તેજ ધર્મશાળામાં પેલા મુનિ આવી પહોંચ્યા ત્યારે નમ્ર અને કોમળ વચનો વડે શીલવતીએ મુનિશ્રીને પ્રસન્ન કરી શ્રી ભક્તામરના ૪૧મા શ્લોકની આરાધના વિધિવત રીતે શીખી લીધી. તે પછી લાગલગાટ ૧૧ દિવસ સુધી તે મંત્રથી મંત્રેલું જળ વિજયસિંહને આપવાથી તેનો રોગ સદાને માટે ગયો. આ બધા સમાચાર જાણી હસ્તિનાપુરના રાજાએ તે બંનેને બોલાવી માનભેર પોતાની પાસે રાખ્યા. બીજી તરફ અનેક વિજયો પ્રાપ્ત કરી કૌશાંબી પાછા ફરેલા જયશેખરે વિજયસિંહને નહીં જોતા તેની શોધખોળ કરી પોતાના અનુચરો દ્વારા હસ્તિનાપુરમાંથી તેને શોધી કાઢી શીલવતી સહિત માનભેર પોતાના રાજ્યમાં બોલાવ્યો. પિતાપુત્રનું મિલન થયુ. ઘેર-ઘેર આનંદ છવાયો.
શ્લોક નં. ૪૨ ની વાર્તા લોખંડી જંજીરોને ધર્મશ્રદ્ધાએ તોડી નાંખી.
તે વખતે અજમેરમાં રાજા નરપાળ રાજ્ય કરતા હતા. તેમને એક પુત્ર Jain Education International For Private Jonal Use Only
www.jainelibrary.org