________________
તેને સૂચવ્યું કે પોતે ઘડામાં એક હાર લાવ્યો છે તે સુવ્રતા પહેરી લે. પતિની આજ્ઞા માની સુવ્રતા ભક્તિપૂર્વક શ્રી ભક્તામરસ્તોત્રના ૩૭મા શ્લોકનું આરાધન કરી આનંદવિભોર થઈ તે હાર પહેરવા ગઈ તો ઘડામાંથી ખરેખર, એક સુંદર હાર નીકળ્યો જે તેણે પહેરી લીધો.
વસુમતિ અને વિદ્યાચંદ્ર આ ચમત્કાર જોઈ અંદરથી ખૂબ ગભરાયા. સુવ્રતાએ તે હાર પતિના ગળામાં પહેરાવવા કોશિશ કરી તે જ ક્ષણે શાસનદેવે પ્રગટ થઈ તેમના કાવતરાનો ભંડો ફોડી નાખ્યો. આથી, સત્ય નો વિજય થતાં અને કાવતરાખોરોને પસ્તાવો થતાં દેવની ક્ષમા માગી તેમણે જૈનધર્મ અંગીકાર કર્યો. આમ, આ કથા મુજબ શ્રદ્ધાના બળ ઉપર ફણીધર નાગ પણ ફૂલની માળા બન્યો. તેજ રીતે, ગમે તેવા કર્મો પણ સમ્યફ શ્રદ્ધા અને પુરુષાર્થ દ્વારા ખરી શકે છે.
શ્લોક નં. ૩૮-૩૯ ની વાર્તા કોણ ચડે ? રણકેતુ કે ગૃહવમ ? મિથિલા નગરીમાં રણકેતુ નામે એક વિલાસી રાજા રાજ્ય કરતા હતા. તે હંમેશા રાણીઓ સાથે રંગરાગ અને મોજમસ્તીમાં રચ્યા-પચ્યા રહેતા હતા. રાજ્યનો કારોબાર રાજાના નાના ભાઈ ગૃહવર્મા ચલાવતા. તે એક જૈન યતિને ખૂબ જ માન આપતા હતા અને તેમની પાસેથી શ્રી ભક્તામર સ્તોત્રના ૩૮૩૯ શ્લોકની વિધિવત્ આરાધના પણ શીખ્યા હતા.
એક વખત રાણીઓ દ્વારા થતી સતત કાન-ભંભેરણીને સાચી માની ગૃહવર્મા પોતાનું રાજ્ય પડાવી ન લે તે હેતુથી ઉશ્કેરાઈને રણકેતુએ તેને સદા માટે દેશનિકાલની સજા કરી. ધર્મપરાયણ ગૃહવર્મા નગરથી ખૂબ દૂર એક પર્વત પાસે ગુફામાં રહી ધર્મધ્યાન કરવા લાગ્યા. એક વખત લડાઈના હેતુથી લાવલશ્કર સાથે નીકળેલા રણકેતુની સેનાએ તે પહાડ પાસે જ રાત્રિ રોકાણ કર્યું. ત્યાં અનુચરો દ્વારા ગૃહવર્માના સમાચાર મળતા રાજાએ તેને મારી નાખવા માટે કેટલાક ચુનંદા સૈનિકોને મોકલ્યા. આ તરફ ગૃહવર્માએ અચાનક થયેલા આ હુમલાથી ધીરજ ગુમાવ્યા વિના શ્રીભક્તામરસ્તોત્રના ૩૮-૩૯મા શ્લોકનું વિધિવત્ આરાધન કરતાં શાસનદેવની સહાય મળી. ગૃહવર્માને મારવા આવેલા તે બધા જ સૈનિકો આંધળા થઈ ગયા. આ હકીકતની જાણ થતાં ખુદ રણતુ ગૃહવર્મા પાસે આવ્યા. તેનામાં સદ્બુદ્ધિ પણ આવી નાના ભાઈની ધર્મપરાયણતા અને ચમત્કારથી અંજાયેલા રણકેતુને પણ ધર્મ તરફ ઊંડી શ્રદ્ધા જાગી. અને તીવ્ર મનોમંથનના અંતે તેમને સંસારની અસારતા સમજાતા
Jain Education International
For Private & Personal Use Only
૧૯૪)
www.jainelibrary.org