________________
પછી નગરજનો સાથે રાજા પાછા ફર્યા. મુનિશ્રીએ રાજાને એકદિવસમાં દરરોજ ત્રણ વખત તેમની પાસે આવવા જણાવ્યું. ત્રણ દિવસ સુધી રાજા ઉપર અભિમંત્રિત જળનો છંટકાવ કરતા તેમનો દાહ જ્વર સંપૂર્ણ મટી ગયો.
રાજાની જૈનધર્મ તરફ અત્યંત શ્રદ્ધા વધી. તેણે બારવ્રત અંગીકાર કર્યા. નગરમાં જૈનધર્મનો જય-જયકાર થયો. એક દિવસ નમતી સંધ્યાએ મહેલની અટારી ઉપરથી રાત્રિના અંધકારના આગમનને જોઈ રાજાને પોતાની જીવનસંધ્યા અને મૃત્યુનો વિચાર આવતા તે તીવ્રવિચારધારાએ રાજાને રાજપાટ છોડી ચારિત્ર અંગીકાર કરવા પ્રેર્યા. પુત્રને ગાદી સોંપી ભીમસેન રાજાએ દીક્ષા લીધી અને માનવજીવનને સાર્થક કર્યું.
જીવનમાં આવતા અસહ્ય દુઃખો સામે જ્યારે મનુષ્ય હારી જાય ત્યારે કર્મશૃંખલા આગળ વધે છે અને ભવભ્રમણ ચાલુ રહે છે. પરંતુ આવા સમયે જો તે સતપુરુષનો આશ્રય ગ્રહણ કરે તો પરંપરાએ ભીમસેન રાજાની જેમ ભવનો પણ અંત આવે છે.
શ્લોક નં. ૩૬ ની વાર્તા ધર્મ જ આપત્તિમાંથી ઉગારી શકે વસંતપુર નામે એક નગર હતું. તેમાં જિનદાસ નામે એક શેઠ રહેતા હતા. તે ધર્મપરાયણ જૈન શ્રાવક હતા. કર્મની ગતિ ન્યારી છે. સુખના દિવસ કાયમ રહેતા નથી. જિનદાસ શેઠને ધંધામાં નુકશાન થવાથી કાળક્રમે તેમની સ્થિતિ તવંગરમાંથી ગરીબ જેવી થઈ ગઈ.
આથી, જિનદાસ શેઠ નગર છોડી ધન કમાવવા માટે પરદેશ જવા નીકળ્યા. ગામે-ગામ ફરતા-ફરતા આબુના પહાડ ઉપર આવી ચડ્યા. ત્યાં એકાંતમાં ધ્યાન કરતા મુનિની તેમણે ઘણા દિવસ સુધી સેવા ભક્તિ કરી. એક દિવસ તે મુનિને વંદન કરવા એક ધનાઢ્ય શેઠ આવ્યા હતા. તેમને જોતા પોતાના પૂર્વજીવનની સ્મૃતિ થવાથી તે શેઠ ગયા પછી જિનદાસની આંખમાં બે અશ્રુબિંદુ આવી ગયા. પછી મુનિશ્રીએ પૂછતા પોતાની સઘળી વિગત જણાવી તેથી તે કૃપાળુ મુનિશ્રીએ જિનદાસ શેઠને શ્રીભક્તામર સ્તોત્રના ૩૬મા શ્લોકની વિધિવત્ આરાધના શીખવી. એક દિવસ ત્યાંથી પસાર થતા વણઝારાની સાથે મુનિશ્રીની રજા માગી તે પણ વસંતપુર જવા નીકળ્યા.
અનેક પશુઓ ઉપર તે માલસામાન લાદીને વણઝારો અને જિનદાસ શેઠ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જંગલમાં આગ લાગી. વણઝારો ખૂબ ગભરાયો. આગ એવી હતી કે જાણે તેમાં લપેટાઈને ત્યાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧૯૨)