________________
રાજકુંવરીએ સતાવ્યા છે એમ જાણ્યું. ત્યારે રાજાને ખૂબ દુ:ખ થયું. રાજા તરત જ તેના સેવકો સાથે તે ઉદ્યાનમાં પહોંચી ગયા. મુનિશ્રીની હાલત જોઈ તેની આંખમાં ઝળઝળિયા આવી ગયાં. ધુળ-કાંકરાથી ખરડાયેલા શરીરને સ્વચ્છ કર્યું અને ધ્યનમાંથી મુનિશ્રી જાગ્યા ત્યારે વારંવાર તેમની ક્ષમા માંગી, બનેલી હકીકતની જાણ કરી.
મુનિશ્રી એ કહ્યું “ પ્રચંડ પાપના ફળ આ ભવમાં જ ભોગવવા પડે છે છતાં, હે રાજન! તમે હું કહું તેમ કરજો.' પછી મુનિશ્રીએ શ્રીભક્તામરસ્તોત્રના ૨૮-૨૯ શ્લોકની વિધિવત્ આરાધના કરી તેનાથી અભિમંત્રિત કરેલું જળ ૩ દિવસ સુધી કુમારીને છાંટવામાં આવશે તો સારું થઈ જશે. અને ખરેખર, તેમજ બન્યું. મુનિશ્રીએ કહ્યા પ્રમાણે ભક્તિભાવપૂર્વક સઘળી વિધિ કરવાથી રાજકુમારીના સઘળા રોગ, બેડોળપણું અને કુરૂપતા નાશ પામ્યા અને ફરીથી તેનું અસલ રૂપ પાછું મળ્યું. અભિમાન દુર્ગતિ આપે છે, નમ્રતા સદ્ગતિ આપે છે અને સમ-વિષમ અવસ્થામાં રાખેલી સમતા ભવાન્તરે મોક્ષ આપે છે. શ્લોક નં. ૩૦-૩૧ ની વાર્તા
રંકમાંથી રાજા બન્યો.
સિંહપુર નામે એક નગર હતું તેની નજીક એક નાનકડુ જંગલ હતું. આ જંગલમાં ‘વીરા’ નામે એક ભરવાડ રહેતો હતો. વીરો બહુ સંતોષી જીવ હતો. તેનું થોડું પશુધન જે હતું તેને સાચવવું, ઉછેરવું અને કુદરતના ખોળે શાંતિથી જીવવું આ તેનો નિત્યક્રમ હતો.
એક દિવસ કોઈ માર્ગ ભૂલેલા મુનિરાજ શારીરિક થાક અને અશક્તિના કારણે તેની ઝૂંપડી પાસે ચક્કર આવતા ત્યાં જ પડી ગયા. વીરાએ દોડતા આવી મુનિશ્રીની ઉત્તમ પ્રકારે સારવાર કરી અને તેમને ખૂબ ભક્તિભાવપૂર્વક વૈયાવચ્ચ કરી આપી, પ્રસન્ન થયેલા તે મુનિએ વીરાને શ્રી ભક્તામરસ્તોત્રના ૩૦-૩૧ શ્લોકની વિધિવત્ આરાધના સૂચવી. તે પછી મુનિને વીરાએ જંગલની બહાર નીકળવાનો સાચો માર્ગ બતાવ્યો અને પાછા આવી દ૨૨ોજ આ સ્તોત્રનો પાઠ કરવા લાગ્યો. એમ કરતાં-કરતાં ૬ માસ વીતી ગયા.
હવે બન્યું એવું કે સિંહપુરના રાજાનું અવસાન થયું તેને કોઈ સંતાન ન હતું. તેથી, પરંપરા પ્રમાણે રાજાની હાથણી જેના ઉપર કળશ ઢોળે તેને રાજા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ હાથણીએ નગરમાં કોઈની ઉપર કળશ ન ઢોળ્યો અને તે જંગલ તરફ ચાલવા લાગી. ત્યાં તેણે વીરા ગોવાળ ઉપર કળશ ઢોળતાં લોકો તેને પકડીને ગામમાં લાવ્યા. અને રાતોરાત તે સિંહપુરનો
Jain Education International
For Private & Personal Use Only
(૧૮૯)
www.jainelibrary.org