________________
દેવસૂરિ નામના જૈન મહારાજ વિહાર કરતા-કરતા આવી ચડ્યા. ગામમાં આવ્યા પછી તે પવિત્ર મહાત્માને ખબર પડી કે પૂર્વે આ ગામમાં ઘણાં જૈનોના ઘર હતા. પરંતુ આ ગામ વિહારના માર્ગમાં નહીં આવતું હોવાથી ધીમે-ધીમે જૈનો પોતાનો સ્વધર્મ ભૂલી અન્ય મતપંથમાં જોડાયા હતા. આથી, દેવસૂરિ મહારાજે અહીં થોડો સમય રોકાઈ ગામલોકોને બોધ આપવા વિચાર્યું. અને ગામમાં જૈન ઉપાશ્રય નહીં હોવાથી એક શિવાલયની વિશાળ જગ્યા હતી ત્યાં સ્થિરતા કરી. ગ્રામજનોને આ ખબર પડતાં એમ કૌતુક થયું કે જૈન સાધુ શિવાલયમાં ઉતરે? આથી, જિજ્ઞાસા વશ ઘણા લોકો ત્યાં આવી ચડ્યા.
મહારાજ પાસે આ બધા લોકો આવીને તેમનો બોધ સાંભળવા શાંતિથી બેસી ગયા. તેથી, યોગ્ય તક સમજીને મહારાજશ્રીએ જુદા-જુદા ધર્મોની તુલનામાં જૈન ધર્મ કેવી રીતે ચડિયાતો છે તેનો બોધ દાખલા, દલીલો અને મનોહર કથાઓ દ્વારા આપ્યો. આથી, સભામાં બેઠેલા બ્રાહ્મણોને એમ થયું કે લોકો જૈનધર્મી બનશે અને આપણું નાક કપાશે? તેથી, આ બ્રાહ્મણોએ ઉશ્કેરાઈને સભામાં ભંગાણ પાડી મહારાજને પણ ઢસડવાની કોશિશ કરી. અચાનક આવી પડેલી આ આપત્તિ વખતે દેવસૂરિ મહારાજે શ્રી ભક્તામર સ્તોત્રના ૨૧મા શ્લોકનો ભાવપૂર્વક પાઠ કર્યો. અને ચમત્કાર એવો થયો કે અનેક બ્રાહ્મણોએ તેમને ઢસડવાની કોશિષ કરી; પણ તેમના શરીરને એક ઈંચ જેટલું ખસેડી શક્યા નહીં. આથી, ક્રોધે ભરાયેલા તે બ્રાહ્મણોએ મોટા દોરડા વડે તેમને બંધનમાં નાખવાની કોશિશ કરી. મહારાજશ્રીનો પાઠ ચાલુ હતો અને બીજો ચમત્કાર થયો કે દોરડા આપોઆપ તૂટી જવા લાગ્યા. આ ચમત્કારોના કારણે બ્રાહ્મણો ગભરાયા, શરમિંદા બન્યા અને મહારાજશ્રીની ક્ષમા માગી. શિવાલય છોડી નીકળી ગયા. મહારાજશ્રીથી પ્રભાવિત થયેલા લોકોને તેમણે સાચો બોધ આપી ફરી જૈન ધર્મ અંગીકાર કરાવ્યો. આમ, જૈન ધર્મનો જય-જયકાર થયો.
પવિત્ર પુરુષો અને મહાત્માઓ વિપત્તિમાં પણ ચલાયમાન થતા નથી અને પરમાત્મા તરફની ભક્તિ તેમનું રક્ષણ કરે છે અને શાસનનો જયજયકાર થાય છે.
શ્લોક નં. ૨૨ ની વાર્તા
જૈન ધર્મ શ્રેષ્ઠ સાબિત થયો કુન્દનપુર નગરમાં દેવધર નામે રાજા રાજ્ય કરતા હતા. તે વિદ્વાનોને માન આપતા અને સત્ય જાણવાની જિજ્ઞાસુ હતા. એક વખત તેમની સભામાં બૌદ્ધ સાધુ પ્રજ્ઞા કર અને જૈનમુનિ મહિસાગર વચ્ચે પોતપોતાના ધર્મની શ્રેષ્ઠતા
Jain Education International
For Pri(923)onal Use Only
www.jainelibrary.org