Book Title: Bhaktamarno Bhakti Marg
Author(s): Manu Doshi
Publisher: Gyandip Prakashan

View full book text
Previous | Next

Page 195
________________ ઉઠ્યા. ગાડાઓની લાંબી હારમાળા સાથે શ્રીસંઘના પ્રયાણની શરૂઆત થઈ. હવે અહીં એક કૌતુક બન્યું. કોઈ મિથ્યાત્વીદેવ આ સંઘની મુસાફરીમાં વિઘ્ન કરવા આવી ચડ્યો. તે જૈન ધર્મનો તેજોદ્વેષી હતો. તેથી, તેણે પોતાની કઠિન શક્તિ દ્વારા શ્રીસંઘને આગળ વધતો અટકાવી દીધો. બધા જાણે ધરતી સાથે ચોંટી ગયા. આવી વિકટ સ્થિતિમાં મહામંત્રી અંબડની ધર્મપરાયણ સુશ્રાવિકા માતાએ પોતે શ્રી ભક્તામરસ્તોત્રના ૧૮મા શ્લોકનું આરાધન શરૂ કર્યું અને સમસ્ત સંઘને પણ તે પ્રમાણે આરાધન કરવા જણાવ્યું. આ પ્રમાણે સામૂહિક આરાધન થતાં સ્વયં શાસનદેવે સહાય કરી. શ્રી સંઘને આફતમાંથી ઉગાર્યો. મિથ્યાત્વીદેવ ને ભગાડી મૂક્યો ત્યારપછી નિર્વિઘ્ને યાત્રા કરી શ્રી સંધ પાટણ પાછો ફર્યો. કુમારપાળ મહારાજા અને પાટણના નગરજનોએ શાસનદેવની ચમત્કારિક સહાયની આ ઘટના જાણી જૈન ધર્મનો જય-જયકાર કર્યો. જે રીતે, મિથ્યાત્વી દેવની આફતમાંથી શાસનદેવે સૌને ઉગાર્યા તે જ રીતે મિથ્યાત્વની પકડમાંથી જેને છૂટવું હોય, જેને ઉગરવું હોય, જેને સમ્યગ્ દર્શન જોઈતું હોય તેણે જીવ-અજીવના સૂક્ષ્મ વિવેક દ્વારા જડમાં જડની અને ચેતનમાં ચેતનની બુદ્ધિ ધારણ કરી હૃદયમાં ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનો યથાર્થ મહિમા લાવી જે કોઈ વીતરાગ પરમાત્માને સમર્પિત થાય છે તે મિથ્યાત્વમાંથી મુક્ત થઈ મોક્ષમાર્ગને પામે છે. શ્લોક નં. ૧૯ ની વાર્તા ચંદ્રકાન્ત મણિની વાર્તા ભરતક્ષેત્રની વિશાળા નગરીમાં લક્ષ્મીકાન્ત નામે એક શ્રાવક રહેતા હતા. તે ધર્મપરાયણ જૈન શ્રાવક સરળ અને ભક્તિ વાળા જીવ હતા. ધર્મમાં તેમને અડ્ગ શ્રદ્ધા હતી. દ૨૨ોજ સામાયિક કરવાની અને ભક્તામરસ્તોત્ર ગણવાનો તેમનો નિયમ હતો. એક વખત લક્ષ્મીકાન્ત શેઠ સામાયિક કરતા હતા ત્યારે કોઈ દેવે તેમના ગુમાસ્તાનું રૂપ ધારણ કરી તેમની દુકાનમાં આગ લાગી હોવાનો સંદેશ આપ્યો. તે સંદેશ સાંભળવા છતાં શ્રદ્ધાળુ શેઠ સામાયિકમાં સ્થિર રહ્યા. બીજી વખત આ દેવે અન્ય ગુમાસ્તાનું રૂપ ધારણ કરી શેઠનો વહાલસોયો પુત્ર ત્રીજે માળથી પડી જવાના અને તેને ખૂબ વાગ્યું હોવાના સમાચાર આપ્યા. તો પણ આવા સમાચાર સાંભળીને શેઠેને તેની અસર ના થઈ. તેમની ધર્મશ્રદ્ધા બળવાન હતી. આથી, છેવટે દેવે પ્રગટ થઈ શેઠની ધર્મભક્તિની અનુમોદના કરી તેમને ચંદ્રકાન્ત મણિ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only (૧૮૦)

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244