________________
થતાં ડાહીને સાસરે વળાવી. તે ઘણાં માણસો સાથે ભરૂચ તરફ જતી હતી ત્યારે ત્યાં અચાનક લૂંટારાઓની એક ટોળી ધસી આવી તેથી, ભયભીત થયેલા લોકો આમતેમ નાસભાગ કરવા લાગ્યા. આવી વિકટ સ્થિતિમાં ડાહીના ચારિત્ર્ય રક્ષણ માટે ભય ઉભો થયો ત્યારે શિયળવંતી ડાહીએ શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તામર સ્તોત્રના ૧૩મા અને ૧૪મા શ્લોકનું આરાધન કરી શાસનદેવીને પોતાના રક્ષણ માટે પ્રાર્થના કરી. અને અંતઃસ્કુરણા થતાં પોતાની પાસે પડેલા જળ ભરેલા પાત્રમાંથી જળ લઈ તેનો લૂંટારાઓ પર છંટકાવ કરતાં તે લૂંટારાઓ પોતે જે સ્થળે ઉભા હતા ત્યાં જ ધરતી સાથે તેમના પગ ચોંટી ગયા. એવો ગજબનો ચમત્કાર થયો કે કોઈ પોતાનું એકપણ અંગ સહેજે હલાવી શકતું નહોતું. આ શિયળવંતી ડાહીની મંત્ર આરાધનાનો પ્રભાવ હતો!
ત્યારપછી ડાહીએ નાસભાગ કરતા પોતાના સગાંઓને બૂમ મારી પાછા બોલાવ્યા. લુંટારાઓનો સરદાર આ ચમત્કારથી ઘણો જ ભયભીત થઈ ગયો હતો. તેણે ડાહીની તેમજ સહુકોઈની ક્ષમા માંગી, ફરીથી કોઈ જાનને નહીં લૂંટવાની પ્રતિજ્ઞા લીધી તેથી, દયાળુ ડાહીએ ફરીથી મંત્ર આરાધન કરી શાસનદેવીને વિનંતી કરી ફરીથી જળ છાંટતા તે લૂંટારાઓનું હલનચલન શક્ય બન્યું, સહુની ફરીથી ક્ષમા માગી સૌ વિદાય થયા અને ભરૂચ શહેરમાં આ ચમત્કારની વાત વાયુવેગે ફેલાતાં જૈન ધર્મનો જય-જયકાર થયો.
અનંતકાળથી જીવને કામ-ક્રોધ અને મોહરૂપી લૂંટારાઓ લૂંટતા આવ્યા છે. રાગ-દ્વેષ અને અજ્ઞાનતાના કારણે આમ બને છે. તેથી, જે જીવ ભક્તિપૂર્વક પરમાત્માને સમર્પિત થાય છે તેમનું રક્ષણ બાહ્ય-અભ્યતર શત્રુઓથી નિત્ય નિરંતર થાય છે.
શ્લોક નં. ૧૫ ની વાર્તા
પિશાચની પીડામાંથી મુક્તિ ચંપાનગરીમાં તે વખતે ઘુરસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નામ પ્રમાણે જ ગુણવાળા ગુણચંદ્ર પ્રધાન હતા. રાજા અને પ્રજા બધી વાતે સુખી હતા.
હવે એક વખત એવું બન્યું કે એક મહાભયંકર પિશાચ રાજાને વળગ્યો. તેમના શરીરમાં અનેક પ્રકારના ઉત્પાત કરવા લાગ્યો. પ્રધાનમંત્રી અને પ્રજાજનો ખૂબ જ મૂંઝાયા. અનેક ઉપાયો કરવા છતાં રાજાની સ્થિતિ યથાવત હતી. એક વખત ચંપાનગરીમાં એક મહાપ્રતાપી તપસ્વી જૈનમુનિનું આગમન થયું. તેમના પ્રભાવથી લોકોની જૈનધર્મમાં શ્રદ્ધા વધતી જતી હતી. આ વાત
Jain Education International
For Priyaog)sonal Use Only
www.jainelibrary.org