________________
અને ત્યારપછી તેણે જુદા-જુદા દેવ-દેવીના વેશ ધારણ કરી એવા ખેલો રજૂ કર્યા કે જેમાં તે દેવ-દેવીની હાંસી-મશ્કરી થતી અને સભાજનો પણ તેવા વેશધારી દેવ-દેવીની ઠેકડી ઉડાવવામાં ઘણા ખુશ થતા હતા. આ જાતના ખેલો તરફ પેલા પ્રધાન સુબુદ્ધિને નારાજગી થઈ.
જાદુગરે રામ કૃષ્ણ-શંકર વગેરેના પણ ખેલ કર્યા. તેથી, પ્રધાને આવા ખેલો નહીં કરવા સૂચના આપી પરંતુ સભાનું મનોરંજન થતું હતું તેથી, ત્યારપછી જાદુગરે જૈનસાધુ વગેરેના ખેલ દ્વારા તેમની પણ હાંસી ઉડાવી આથી, શ્રદ્ધાવંત પ્રધાન સુબુદ્ધિએ તરત જ ભક્તામર સ્તોત્રના બારમા શ્લોકનું અત્યંત ભક્તિપૂર્વક આરાધન કરતાં અને મનોમન શાસનદેવીને આ પ્રયોગ અટકાવવા પ્રાર્થના કરતા એક ચમત્કાર થયો. શાસનદેવીએ તે સભામાં પ્રગટ થઈ જાદુગરને એક જોરદાર તમાચો મારતા તેનું મોં વાંકુ થઈ ગયું અને લાખ કોશિષ કરવા છતાં જાદુગરની કોઈ કારી ફાવી નહીં. શરમથી તેનું મસ્તક ઝૂકી ગયું અને આખી સભા જાદુગરની હાંસી ઉડાવવા લાગી. આવી કપરી પરિસ્થિતિમાં તે દયાળુ પ્રધાનની વિનંતીને સ્વીકારી શાસનદેવીએ જાદુગરને માફ કર્યો, તેનું મોં હતું તેવું જ થઈ ગયું. તેણે પણ શાસનદેવીની અંતઃકરણપૂર્વક માફી માંગી અને સભામાંથી નતમસ્તકે વિદાય લીધી.
દુર્લભ એવો મનુષ્યભવ વારંવાર મળતો નથી. મહાપુણ્ય યોગે મનુષ્ય અવતાર મળે ત્યારે પણ પોતે જ રચેલી કર્મરૂપી માયાવી જાળમાં મનુષ્ય જાતે જ ફસાતો જાય તો તેને કોણ બચાવી શકે? આ વાર્તામાં જેમ જાદુગરે પોતાના ખેલ દ્વારા સભાનું મનોરંજન કરેલ પરંતુ અભિમાનમાં ભાન ભૂલતાં તેની જે વલે થઈ તેવી સ્થિતિમાંથી બચવા માટે જો જીવ ભક્તિપૂર્વક આરાધના કરે, અભિમાનનો ત્યાગ કરે અને કર્મની નિર્જરા કરે તો તેનું મનુષ્ય જીવન સાર્થક થાય.
શ્લોક નં. ૧૩-૧૪ ની વાર્તા
શિયળ રક્ષક મંત્રઆરાધના અણહિલપુર પાટણમાં સત્યવાન નામે જૈનધર્મી ભક્તિવંત શ્રાવક રહેતો હતો. તેની શ્રી ભક્તામરસ્તોત્ર ઉપર ઘણી શ્રદ્ધા હતી. તેથી તે આ સ્તોત્રનું ત્રિકાળ આરાધન કરતો હતો. તેને એક પુત્રી હતી તેનું નામ ડાહી હતું. નામ પ્રમાણે જ તેના ગુણ હતા. પિતાનો સંસ્કાર વારસો પામેલી ડાહી પણ શ્રી ભક્તામર સ્તોત્રની ભક્તિપૂર્વક નિત્ય આરાધના કરતી હતી.
વખત જતાં ડાહીનું લગ્ન થયું. તેનું સાસરું ભરૂચ શહેરમાં હતું. લગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૧૦૬).