________________
અને શ્રી ભક્તામરસ્તોત્રના આરાધક હતા. તેમને આ સ્તોત્રના ૧૦, ૧૧મા શ્લોકમાં ઘણો ભક્તિભાવ રહેતો હતો. સવાર-બપોર અને સાંજ તેઓ આ સ્તોત્રના આ શ્લોકનું આરાધન કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઈ એક વખત રવયં શાસનદેવી પ્રગટ થયા અને તેમણે તેમને કહ્યું આજે તારે ત્યાં કામધેનુ ગાય આવી જશે. તે તારે ત્યાં ૩૧ દિવસ રહેશે. તું તેને દોહીને જે ઘડામાં દૂધ ભરીશ તે દૂધ સ્વયં સોનું થઈ જશે.
પછી ખરેખર તે જ પ્રમાણે જ બન્યું. કમદી શ્રાવક રોજ ભક્તામરની આરાધના કરતા અને રોજ એક ઘડો ભરી સોનું મળતું હતું. છેલ્લા ત્રણ દિવસ અઠ્ઠમ કર્યો. ફરીથી દેવી પ્રસન્ન થઈ પ્રગટ થતાં શેઠે એક દિવસ વધુ કામધેનુને રાખવા વિનંતી કરી અને તેના કારણમાં જણાવ્યું કે ૩૨માદિવસે મારે કામધેનુના દૂધમાંથી ખીર બનાવી નગરને જમાડવું છે અને ધર્મનો જય જયકાર કરવો છે. દેવી તથાસ્તુ કહી અંતર્ધાન થયાં.
બીજા દિવસે કામધેનુના દૂધમાંથી નગરના રાજા સહિત તમામ નગરજનોને અલૌકિક ખીરનું ભોજન કરાવ્યું અને શ્રીભક્તામરના આરાધનથી પોતાને પ્રાપ્ત થયેલા ધનની સઘળી વિગત રાજાને જણાવી. રાજા અતિ પ્રસન્ન થયા. જૈન ધર્મ તરફ સહુનો સભાવ ખૂબ જ વધ્યો. સાધાર્મિક ભક્તિ અને સારા કામોમાં ખૂબ જ ધન વાપરી કમદી શ્રાવકે શેષ જીવન ધર્મમય અને શાંતિપૂર્વક વીતાવ્યું.
શ્રી ભક્તામર સ્તોત્ર એક સ્વયં કામધેનુ સમાન છે તેની પાસે જે માંગો તે મળે તેમ છે. પોતાના અહંકારને શૂન્ય કરી પરમાત્માને સમર્પિત થનાર ભક્તને ભક્તામરરૂપી કામધેનુ દ્વારા સ્વયં શિવરમણી વરે છે. અર્થાત ભક્તિવંત આત્મા અંતર્મુખ થઈ સમર્પિત થઈ સમ્યગ દર્શન અને મોક્ષને પામે છે.
શ્લોક નં. ૧૨ ની વાર્તા
માયાવી વિધાનો પરાજય જૂના સમયની વાત છે. તે વખતે ચંપાનગરીમાં કર્ણ રાજા રાજ્ય કરતા હતા. તેના પ્રધાનનું નામ સુબુદ્ધિ હતું. તે જૈન ધર્મ પાળતા હતા અને ભક્તામર સ્તોત્રના આરાધક હતા.
એક વખતની વાત છે, રાજા સભા ભરીને બેઠા છે. તેવામાં ત્યાં એક જાદુગર આવ્યો અને પોતાના જાદુઈ પ્રયોગો અને કળા દર્શાવવાની રજા માગી. રાજાની અનુમતિ મળતાં વિવિધ પ્રકારના અનેક ખેલો રજૂ કરી તેણે સભાજનોનું મનોરંજન કર્યું. જેમ-જેમ લોકો ખુશ થતા ગયા તેમ-તેમ જાદુગર વધુ ખીલ્યો
Jain Education International
For Private Personal Use Only
૧ ૦૫)
www.jainelibrary.org