________________
ભક્તામર શ્લોક ૩૮ वल्गत्तुरङ्गजगजितभीमनादमाजौ बलं बलवतामपि भूपतीनाम् ।। उद्यद्दिवाकरमयूखशिखापविद्धं, त्वत्कीर्तनात्तम इवाशु भिदामुपैति ।।३८।।
ભાવાર્થ :
હે ભગવાન! તમારું નામ સ્મરણ કરવાથી જે યુદ્ધમાં યુદ્ધ કરતા ઘોડાઓ, હાથીઓના ગર્જારવ તથા મારો-મારોના યુદ્ધનાદો થતા હોય એવું બળવાન રાજાઓનું સૈન્ય ઉદય પામતા સૂર્યના કિરણોના અગ્રભાગ વડે વિધાયેલા અંધકારની જેમ તત્કાળ નાશ પામે છે.
અર્થાત્ યુદ્ધમાં તમારું નામ સ્મરણ કરે તો શત્રુનું સૈન્ય પાછું હઠી જાય છે. ૩૮.
નામસ્મરણનો મહિમા શ્રી ભક્તામર સ્ત્રોતના આડત્રીસમા શ્લોકમાં પણ અગાઉના શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે પરમાત્માના નામ સ્મરણની ભૂરિ-ભૂરિ અનુમોદના કરવામાં આવી છે. આપણે છત્રીસમા શ્લોકમાં એ જોયું કે પરમાત્માનું નામ સ્મરણ ગમે તેવી કામના અને કામાગ્નિની જ્વાળાને શાંત કરી દે છે. સાડત્રીસમા શ્લોકમાં એ જોયું કે પરમાત્માનું નામ સ્મરણ ગમે તેવા ફૂંફાડા મારતા ક્રોધરૂપી નાગને વશ કરી લે છે. હવે આડત્રીસમા શ્લોકમાં એમ જણાવે છે કે રણમેદાન ઉપર મહાભયંકર યુદ્ધ ચાલી રહ્યું હોય, અસંખ્ય હાથીઓ અને ઘોડાઓ હણહણી રહ્યા હોય અને મારો-કાપો ના યુદ્ધનાદ થઈ રહ્યા હોય તેવા ભીષણ સંગ્રામ વખતે પણ જો આપના નામનું સ્મરણ કરવામાં આવે તો શત્રુનું સૈન્ય પાછું હઠી જાય છે. આગળ વધીને એમ પણ કહી શકાય કે આપનું નામ સ્મરણ પૂર્વ ક્ષિતિજમાં ઉદય પામતા સૂર્ય જેવું છે, જે રાત્રિના અંધકારરૂપી સૈન્યને ઊભી પૂંછડીએ નસાડી મૂકે છે. પ્રભુની દેશના વખતે પ્રાણીઓ એકબીજાના વેરને
કેવા ભૂલે છે! શ્રી ભક્તામર સ્ત્રોતનો એકે-એક શ્લોક અર્થગંભીર અને રહસ્યપૂર્ણ છે. આખા સ્ત્રોતમાંથી ગમે તે શ્લોકને પસંદ કરવામાં આવે અને તેના ગૂઢ
For Privél 240)onal Use Only
Jain Education International
www.jainelibrary.org