________________
ભક્તામર શ્લોક ૪૨ आपादकण्ठमुरुशृङ्खलवेष्टितागा, गाढं बृहन्निगडकोटिनिजधृष्ट जवाः । त्वन्नाममन्त्रमनिशं मनुजाः स्मरन्तः, सद्यः स्वयं विगतबन्धभया भवन्ति ॥ ४२ ॥
ભાવાર્થ :
જેમના શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળોથી બાંધેલા હોય અને જેમના સાથળો બેડીના અગ્રભાગથી અત્યંત ઘસાતા હોય એવા મનુષ્યો પણ છે સ્વામી! નિરંતર તમારા નામરૂપ મંત્રનું (ઉૐ ઋષભાય નમઃ ) સ્મરણ કરવાથી તત્કાળ પોતાની મેળે બંધનથી ભયરહિત થઈ જાય છે. /૪રા પરમાત્માનું નામ સ્મરણ બંધનમાંથી મુક્તિનો ઉપાય છે.
શ્રી ભક્તામર સ્તોત્રના બેતાલીસમા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે પગથી મસ્તક સુધી મોટી સાંકળો દ્વારા જેમને બાંધવામાં આવ્યો હોય અને જેમના સાથળ આવી બેડીના બંધનને કારણે અત્યંત ઘસાતા હોય અને તેના કારણે તે ખૂબજ વેદના અને પીડા ભોગવતા હોય તેવા બંધનમાં બંધાયેલા મનુષ્યો પણ હે સ્વામી, જો આપના નામરૂપી મંત્રનું સ્મરણકરે તો તે આવાં બંધનથી મુક્ત થઈ અને ભયરહિત થઈ જાય છે. આ શ્લોક દ્વારા પણ એ જ પ્રકારનો સૂક્ષ્મતત્ત્વબોધ આપણને સાંપડે છે કે કોઈપણ પ્રકારના બંધનમાં ફસાયેલ વ્યક્તિ બંધન મુક્ત થવા માટે જો પરમાત્માના નામનું સ્મરણ કરે તો તે બંધન ગમે તેવું હોય તો પણ તેનાથી મુક્ત થઈ શકે છે. અહીં બંધનનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પગથી મસ્તક સુધીના બંધનનો છે. અને બંધનના કારણે સાથળ પણ ઘસાતા હોવાથી થતી તીવ્ર વેદનાની પણ વાત કહી છે. જીવનો અવળો પુરુષાર્થ બંધન પ્રગાઢ બનાવે છે
જીવને થયેલો બંધનયોગ અને તેમાંથી મુક્ત શી રીતે થયું તે સનાતન પ્રશ્ન છે. આપણે આગળ પણ જે રીતે જણાવ્યું છે તે રીતે જૈનદર્શને આત્માની
સ્વતંત્રતાની ઘોષણા કરેલી છે. આત્મા પોતે કોઈપણ પ્રકારનું કાર્ય કરી તે કાર્યના ફળ ભોગવે છે. તેને શુભ કાર્યોનું શુભ ફળ અને અશુભ કાર્યોનું અશુભ ફળ મળે છે. જીવો પોતે અનુભવથી એમ જાણે છે કે જેમ જેમ તે બંધન મુક્ત થવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
(૧દર)