________________
તેની તે માન્યતા સાચી હોવાનું વૈજ્ઞાનિક રીતે સિદ્ધ પણ થઈ ચૂક્યું છે. મન જુદા-જુદા પ્રકારની વિચિત્ર ખેંચતાણ, સંઘર્ષો, ઉગ્રતા, દ્વેષભાવ, ક્રોધ અને અનેક ભિન્ન-ભિન્ન વિષમ પરિસ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેનાં ફલસ્વરૂપે એસીડીટી, અલ્સર, ડાયાબીટીસ, બ્લડકેન્સર, માનસિક રોગો, અનિદ્રા, સાયટીકા, ચામડીના રોગ અને બીજા ઘણા રોગો થતા જોવાય છે.
રોગની જવાબદારી કર્મ અનુસાર જીવની છે.
આ શ્લોકમાં શરીરમાં થતો અસાધ્ય રોગ અને તેના કારણે મરણ જેવી સ્થિતિ વગેરેનો ઉલ્લેખ કર્યો છે. આમાં આયુર્વેદ પેટને જવાબદાર ગણે છે, મનોવિજ્ઞાન મનને જવાબદાર ગણે છે. અને ધર્મ આત્માને જવાબદાર ગણે છે. આત્મા પોતે સારા-નરસાનો વિવેક ભૂલીને, શું કરવા યોગ્ય છે અને શું નથી કરવા યોગ્ય તેનો વિવેક ભૂલીને જ્યારે સ્વચ્છંદી બને અને મન ફાવે તેમ વર્તે ત્યારે આ બધા રોગો થતા હોય છે. જેનું પૃથક્કરણ વિજ્ઞાન હજી સુધી કરી શક્યું નથી તે લીવરના કેન્સરનું કારણ કર્મજન્ય સ્થિતિના કારણે એમ કહી શકાય તેમ છે કે પૂર્વજન્મમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હોય તેના ફલસ્વરૂપે નવા જન્મમાં જો તે બે વ્યક્તિ એકબીજાને પતિ-પત્ની તરીકે મળે અને પોતે ભોગવેલા ત્રાસનો બદલો એક વ્યક્તિ ઉપર બીજી વ્યક્તિ લે તો ગત જન્મમાં ત્રાસ આપનાર વ્યક્તિને લીવરનું કેન્સર થવાનો સંભવ હોય છે. મનોવિજ્ઞાન આનું અર્થઘટન એ રીતે કરશે કે દંપતિમાં જે વ્યક્તિ અન્યના પ્રભાવ અને માનસિક ત્રાસ નીચે સતત રીબાયા કરતી હોય અને ઘરમાં કે સમાજમાં હસતું મોઢું રાખીને ફરતી હોય તેને આવું કેન્સર થાય છે. આ તમામ ધારણાઓ ભવિષ્યના સંશોધન અને જ્ઞાનીના જ્ઞાનનો વિષય હોવાથી તેની ચર્ચા અપ્રસ્તુત છે. શરીરનો રોગ - ભવનો રોગ - આત્મભ્રાંતિ એ સૌથી
મોટો રોગ. ઉપરની વિગતોને ધ્યાનથી વિચારીએ છીએ ત્યારે એમ જણાય છે કે રાગ-દ્વેષ, અહંકાર, ક્રોધ, માન, લોભ આ બધા જે કષાયો છે તેનો અતિરેક અથવા તેનું વારંવારનું સેવન તત્ત્વદષ્ટિએ ભવભ્રમણ કરાવે છે. અને દેહદષ્ટિએ શરીરમાં નાના-મોટા રોગને તે જન્મ આપે છે. સ્વભાવની ઉગ્રતા હૃદયરોગ અને બાયપાસ સર્જરી આપે છે. તે જ રીતે દરેક કષાય શરીરને રોગી, મહારોગી અને અસાધ્ય રોગીપણાની ભેટ આપે છે. અને વર્તમાનમાં આ ભવમાં વ્યક્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
(૧ ૬O}
www.jainelibrary.org