________________
જોવા મળતા ક્ષાયો તે તેની કર્મભનિત અવસ્થા અને પૂર્વકર્મોનું પરિણામ છે. આમ થવાનું કારણ જીવની સુખની કલ્પના શરીર સુખમાં રહેલી છે. એક આત્માના સુખ સિવાય બીજે બધે તેણે સુખ માનેલું છે અને સુખની કલ્પના કરી છે. શરીરના નિરોગીપણામાં સુખ માને છે. ધનમાં સુખ માન્યું છે. પદ-પ્રતિષ્ઠામાં સુખ માન્યું છે. આમ, આત્મા કે જે તેનો પોતાનો છે તે સિવાય બીજે બધે ભટકી-ભટકીને સુખ પ્રાપ્ત કરવા તે ફાંફા મારે છે. જડને ચેતન માન્યું છે અને ચેતનમાં જડની ભ્રાંતિ કરી છે. દેહને આત્મા માન્યો છે અને આત્મામાં દેહની ભ્રાંતિ કરી છે. તેથી દેહમાં અસાધ્ય રોગ થતાં તેને મટાડવા લાખ કોશિશો કરે છે. આમ, રોગ. દેહમાં નથી પણ તેની આત્માની ભ્રાંતિમાં છે. તે ભવનો રોગી છે. તેનો ભવ રોગ અસાધ્ય જેવો થતો જાય છે.
આત્મભ્રાંતિને કારણે જીવને ભવનો અસાધ્ય રોગ લાગુ પડ્યો છે. આ ભવરોગ નો ઉપાય સદ્ગુરુ જેવો વૈદ જ કરી શકે તેમ છે. અને તે સદ્દગુરુની આજ્ઞારૂપી પથ્યનું પાલન કરવામાં આવે તો વિચાર અને ધ્યાનરૂપી ઔષધ દ્વારા ભવના રોગમાંથી મુક્ત થઈ શકાય તેમ છે. અહીં સદ્ગુરુ તરીકે પ્રત્યક્ષ સદ્દગુરુ અથવા પોતાનો આત્મા લઈ શકાય.
આ બધી બાબતોના સંદર્ભમાં આ સ્તોત્રના રચનાકાર તેમ જણાવે છે કે ભવના અસાધ્ય રોગમાંથી મુક્ત થવું હોય તો પરમાત્માની ચરણરજનું આત્મા ઉપર વિલેપન કરવાથી ભવના રોગનો નાશ થઈ અમરપદની પ્રાપ્તિ થાય છે. પરમાત્માની ચરણરજ અર્થાત્ પરમાત્માના ચરણ જે માર્ગ ઉપર ચાલ્યા છે તે માર્ગે ચાલીને જે રીતે પરમાત્માએ સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રગટ કરી છે તે રીતે કોઈપણ આત્મા તેમ કરી શકે તેમ છે. ફરીથી એક કવિની પંક્તિને વિચારણમાં લઈએ તો યથાર્થ ગણાશે તે “ભજીને ભગવંત ભવ અંત લો.” આમ, પ્રભુની ભક્તિ કરનારના ભવનો અંત આવે છે અર્થાત તેના ભવરૂપી અસાધ્ય રોગનો નાશ થાય છે.
Jain Education International
www.jainelibrary.org
For Priyate & Personal Use Only
(૧૬ ૧)